• Gujarati News
  • National
  • ભચાઉ અને સુમરાસરની મહિલાને સ્વાઈન ફ્લૂ

ભચાઉ અને સુમરાસરની મહિલાને સ્વાઈન ફ્લૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉઅને સુમરાસરની મહિલાને એચ1એન1 પોઝિટિવ રિપોર્ટ જણાતા સ્વાઈન ફ્લૂની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હોવાના હેવાલ છે.

કચ્છમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓમા ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, જેમા ક્યારેક એકાંતરે બે બે કેસ નોંધાય છે તો ક્યારેક દિવસ ઉગેને એક કેસ ચોપડે ચડ્યો હોય છે. જે શીલશીલો ગુરુવારે પણ ચાલુ રહ્યો હતો, જેમા ભચાઉની 36 વર્ષીય મહિલાને આદિપુરની ખાનગી ટ્રસ્ટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. બીજી તરફ ભુજ તાલુકાના સુમરાસરની 48 વર્ષીય મહિલાને સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી જ્યાં તબીબી તપાસમાં તેને પણ

...અનુસંધાન પાના નં.13

સ્વાઈન ફ્લૂ હોવાનું માલૂમ પડ્યું છે. ઈએમઓ ડૉ. અરુણ કુમાર કૂર્મીએ જણાવ્યું હતું કે, 1લી જાન્યુઆરીથી 27મી જુલાઈ સુધી 53 કેસ બહાર આવ્યા છે, જેમાંથી 4 હજુ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે. જોકે, 38ની તબીયત સુધારા ઉપર જણાતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી, પરંતુ 11 દર્દીઓએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો અને મોતને ભેટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...