• Gujarati News
  • National
  • લલિયાણાના ત્રણ માલધારીના 34 ઘેટા બકરા વહેણમાં તણાયાં

લલિયાણાના ત્રણ માલધારીના 34 ઘેટા-બકરા વહેણમાં તણાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રઅને બનાસકાંઠામાં વરસાદે સર્જેલી તારાજી બાદ કચ્છમાં પણ થોડી ખુવારી દેખાવા લાગી છે. ખાસ કરીને વાગડમાં વસેલા પાણીની અસર પશુઓ પર પડી રહી હોય તેમ ભચાઉ તાલુકાના લલિયાણા ગામના ત્રણ માલધારીના 34 જેટલાં ઘેટા-બકરા પાણીના વહેણમાં તણાઇ ગયા હોવાનું બહાર આવ્યું છે.

લલિયાણાના ભીમા રાજા, દેશરા લાલા અને પ્રભુ આંબા રબારીના 34 જેટલા ઘેટા બકરા ધસમસતા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. લલિયાણાના સરપંચ મહાવીરસિંહ જાડેજાના જણાવ્યા મુજબ આંબલિયારાની કાંકરિયા બંધ નામની સીમમાં બુધવારે માલધારીઓ ચોપગાંને ચરાવવા લઇ ગયા ત્યારે બનાવ બન્યો હતો. જેમાં અમુક મૃતદેહ મળ્યા છે જ્યારે બાકીના આગળ તણાઇ ગયા હોવાનું અનુમાન છે.

ઘટના અંગે ભચાઉના પશુ ચિકિત્સક ડો. પટેલને જાણ કરાઇ હતી. મામલતદાર જે. ડી. જાડેજાનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, તાલુકાના કાંઠાળ વિસ્તારોમાં ખાસ તકેદારી રખાઇ રહી છે. તમામ તલાટીઓ અને સરપંચો સાથે તંત્ર સંકલન સાધી રહ્યું છે.

મહામૂલું પશુધન મોતના ખપ્પરમાં

કેટલાક મૃતદેહ મળ્યા, બાકીના પાણીમાં તણાઇ ગયાનું અનુમાન

અન્ય સમાચારો પણ છે...