• Gujarati News
  • National
  • છરી મારવાના કેસમાં આરોપીની જામીન નામંજુર

છરી મારવાના કેસમાં આરોપીની જામીન નામંજુર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉતાલુકાના સામખિયાળી ગામે બનેલ છરી મારવાના બનાવમાં આરોપીએ જામીન અરજી મુકી હતી. જે અંજારના અધિક સેસન્સ જજની કોર્ટે નામંજુર કરી છે. કેસની વિગત એવી છે કે, સામખિયાળીનો નાનજી વીરા ચૌહાણે પંકજ ભુરા જાદવ પાસે ઉધાર આપેલી પૈસાની માગણી કરતા બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં આરોપી નાનજીએ ઉશ્કેરાઇ તેની પાસે રહેલી છરી પંકજના ગરદનમાં મારી દીધી હતી. બનાવમાં ભોગ બનનારને તેના પરીવારજનોએ ભચાઉ ખાતે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવ્યો હતો. સામખિયાળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા પછી આરોપીની અટક કરી ભચાઉની કોર્ટમાં રજૂ કરતાં તેની જામીન અરજી નામંજુર કરી જેલમાં મોકલી અાપતા અધિક સેસન્સ જજની કોર્ટમાં કરેલ જામીન અરજી રદ્દ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...