• Gujarati News
  • National
  • માંડવીની સંસ્થાએ અસરગ્રસ્તો માટે 1 હજાર રાશનકિટ મોકલી

માંડવીની સંસ્થાએ અસરગ્રસ્તો માટે 1 હજાર રાશનકિટ મોકલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠાવિસ્તારમાં અતિભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે ત્યારે મદદ માટે સમગ્ર જિલ્લામાંથી અસરગ્રસ્ત વિસ્તારની મદદ માટે ફુડ પેકેટ મોકલાય છે ત્યારે માંડવીના ટ્રસ્ટ દ્વારા 1 હજાર રાશનકીટ અને હરતુ ફરતુ દવાખાનું-એમ્બ્યુલન્સ અને ભચાઉમાંથી 5 હજાર ફુડપેકેટ મોકલાયા હતા.

માંડવીના ભચીબાઇ સુંદરજી ભદ્રા મેમોરીયલ ફાઉન્ડેશનની ટીમને કલેકટર દ્વારા પ્રસ્થાન કરાવાઇ હતી.સેવાભાવી ચેતનભાઇ ભાનુશાલીની પ્રેરણાથી 1 હજાર રાશનકીટ ભુજથી થરાદ માટે રવાના કરાઇ હતી જેમાં 5 કીલો લોટ, બે કીલો તેલ, કઠોર, મશાલા, ખાંડ-ચા તેમજ પ્લાસ્ટિકના ઝબલા સહિતની કીટ તૈયાર કરીને મોકલાઇ હતી. મેડીકલ દવાખાનો અને એમ્બ્યુલન્સ દવા સાથે સ્થાનિક મેડીકલ ટીમ મોકલાઇ હોવાનું હિતેશ બોક્સાએ જણાવ્યું હતું. ટીમને કલેકટર રેમ્યા મોહન, એડિશનલ કલેકટર પટેલ, હિતેશ ગઢવીની ટીમ દ્વારા પ્રસ્થાના કરાવાઇ હતી. બીજી તરફ, ભચાઉના દરેક સમાજે અલગ અલગ રસોડા તૈયાર કરી 5 હજાર જેટલા ફુડ પેકેટ બનાસકાંઠા, પાટણ સહિતના વિસ્તારમાં ભચાઉ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા મોકલાયા હતા. ફુડ પેકેટ આરએસએસના સ્વયંસેવકો અને ગામના ભાઇ-બહેનો એકઠા થઇ ફુડ પેકેટ તૈયાર કરી રહ્યા હોવાનું જણાવાયું હતું.

સંસ્થાની એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવતા કલેકટર તો ભચાઉમાં તૈયાર થઇ રહેલા ફુડ પેકેટસ.

ભચાઉ RSSના સભ્યો દ્વારા 5 હજાર ફુડપેકેટ પાટણ મોકલાયા

અન્ય સમાચારો પણ છે...