તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પાવરપટ્ટીમાં 2450 કરોડના મહત્ત્વાકાંક્ષી પાવરગ્રીડ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું

પાવરપટ્ટીમાં 2450 કરોડના મહત્ત્વાકાંક્ષી પાવરગ્રીડ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણાતાલુકાના પાલનપુર (બાડી) ખાતે 125 એકર જમીનમાં 2450 કરોડની જંગી રકમના રોકાણ સાથે નિર્માણ પામી રહેલા દેશના પ્રથમ એવા નેશનલ પાવરગ્રીડ હેઠળના ગ્રીન પાવરગ્રીડ ટ્રાન્સમિશન સબ સ્ટેશનનું મંગળવારે ખાતમુહૂર્ત કરાયું હતું.

જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધીના હાથે શ્રીફળ વધેરીને ટ્રાન્સમિશન સબસ્ટેશનનું ખાતમુહૂર્ત કરાયું હતું. પ્રસંગે તક્તીનું અનાવરણ અને વૃક્ષારોપણ પણ કરાયું હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી કલેકટર મુકુલ ગાંધીએ જણાવ્યું હતું કે, એકમ કચ્છનું નામ દેશભરમાં રોશન કરશે. એટલું નહીં પરંતુ સ્થાનિક મોટી માત્રામાં રોજગારીનું માધ્યમ બનશે. ગુજરાત અને રાજસ્થાનમાં પ્રદૂષણ મુક્ત વીજળી વિન્ડ ફાર્મ અને સોલાર પ્લાન્ટથી ઉત્પન્ન થશે, તેને પાલનપુર ખાતેના 765 કેવી ટ્રાન્સમિશન સબ સ્ટેશનમાં સંગ્રહિત કરીને દેશ તથા વિદેશમાં સપ્લાય કરવામાં આવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગ્રીન એનર્જી મિશન અંતર્ગત પ્રોજેક્ટની સીધી ચર્ચા વડાપ્રધાન ખુદ કરે છે. પ્રસંગે નેશનલ પાવરગ્રીડ ટ્રાન્સમિશન પ્રોજેક્ટના જનરલ મેનેજર રાજેશકુમાર ભચાઉના ડીજીએમ કે.બી. સુબ્રમણ્યમ, આસિ. ડીએમ બી.એમ. સિંગ, પાલનપુરના સરપંચ કાનજીભાઇ ધુવા, રાજકીય આગેવાન ડાહ્યાલાલ પાંચાણી, નિતિન ભાનુશાલી, ભેલ કંપનીના જનરલ મેનેજર એ.કે. અગ્રવાલ, સહિત ઉપસ્થિત રહ્યા હતા.

તક્તીનું કરાયું અનાવરણ

પાલનપુર (બાડી)માં સ્થપાશે દેશનો પ્રથમ ગ્રીન એનર્જી પાવર ટ્રાન્સમિશન પ્રોજેક્ટ

અન્ય સમાચારો પણ છે...