• Home
  • Gujarat
  • Bhuj
  • Bhachu
  • કચ્છ કોંગ્રેસમાં લઘુમતી હોદ્દેદારોમાં હવે પક્ષ પ્રત્યે જ આંતરિક

કચ્છ કોંગ્રેસમાં લઘુમતી હોદ્દેદારોમાં હવે પક્ષ પ્રત્યે જ આંતરિક

DivyaBhaskar News Network

Mar 26, 2018, 03:45 AM IST
કચ્છ કોંગ્રેસમાં લઘુમતી હોદ્દેદારોમાં હવે પક્ષ પ્રત્યે જ આંતરિક

કચ્છ કોંગ્રેસમાં લઘુમતી હોદ્દેદારોમાં હવે પક્ષ પ્રત્યે જ આંતરિક નારાજગી વ્યાપી જતાં સમયાંતરે રાજીનામા પડવા માંડ્યાં છે. સોમવારે ભચાઉ કોંગ્રેસમાંથી પણ બે રાજીનામા પડશે. દરગાહોને થતા નુકસાન મામલે પક્ષનું ઢીલું વલણ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખના સતત અસહકારના પગલે કોંગ્રેસમાં ભંગાણનું ગાબડું પ્રતિદિન મોટું થઇ રહ્યું છે.

ભચાઉ કોંગ્રેસના શહેર સંકલન મહામંત્રી શરીફ નોતિયારે કહ્યું કે, ‘છેલ્લા ઘણા સમયથી દરગાહો અને મઝારોને નુકસાન કરવાના કિસ્સામાં પક્ષ દ્વારા ઉદાસિનતા દાખવાઇ રહી છે. એટલું જ નહીં, પક્ષની ચૂંટણી લડવામાંં પણ જિલ્લા પ્રમુખ તરફથી અમને કોઇ જાતનો સાથ-સહકાર મળ્યો નથી. આથી, હું અને ભચાઉ શહેર લઘુમતી મોરચાના પ્રમુખ નુરમહમદ હાજી કાસમ અબડા કાલે સોમવારે પક્ષના હોદ્દા પરથી રાજીનામા આપીશું.’

ઉલ્લેખનિય છે કે, દરગાહોને નુકસાનના મામલે જિલ્લા કોંગ્રેસ મંત્રી અને નખત્રાણા તાલુકા પંચાયતના સભ્ય આદમભાઇ લાંગાય તેમજ ઇકબાલભાઇ મંધરા અગાઉ રાજીનામા આપી ચૂક્યા છે. હવે ભચાઉમાંથી વધુ 2 રાજીનામા પડતાં આંકડો ચાર પર પહોંચશે. આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીનો સંપર્ક કરવાનો વારંવાર પ્રયત્ન કરવા છતાં તેમને ફોન રિસિવ કરવાનું સતત ટાળ્યું હતું.

X
કચ્છ કોંગ્રેસમાં લઘુમતી હોદ્દેદારોમાં હવે પક્ષ પ્રત્યે જ આંતરિક
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી