Home » Gujarat » Bhuj » Bhachu » સનાતન હિન્દુ સમાજના આરાધ્ય દેવ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામના જન્મદિન-રામનવમી

સનાતન હિન્દુ સમાજના આરાધ્ય દેવ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામના જન્મદિન-રામનવમી

Divyabhaskar.com | Updated - Mar 26, 2018, 03:45 AM

સનાતન હિન્દુ સમાજના આરાધ્ય દેવ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામના જન્મદિન-રામનવમી નિમિત્તે જિલ્લાભરમાં...

  • સનાતન હિન્દુ સમાજના આરાધ્ય દેવ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામના જન્મદિન-રામનવમી
    સનાતન હિન્દુ સમાજના આરાધ્ય દેવ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામના જન્મદિન-રામનવમી નિમિત્તે જિલ્લાભરમાં શોભાયાત્રા, બાઇકરેલી, પૂજન-હવન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ દિવસ ભગવાન સ્વામિનારાયણનો પણ પ્રાગટ્ય દિન હોવાથી બેવડી ઉજવણીના માહોલમાં ભાવિકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. નિરોણામાં હર્ષોલ્લાસના વાતાવરણમાં શોભાયાત્રા નીકળી હતી જે ગામના મુખ્યમાર્ગો પર ફરી હતી. અંજારમાં રામ-ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા 32મી રવાડીએ શહેરભરમાં આકર્ષણ જમાવ્યું હતું. નખત્રાણામાં આ પ્રસંગે નીકળેલી શોભાયાત્રામાં વીએચપી, બજરંગદળના કાર્યકરોની બાઇકરેલીએ તેમજ રામ-લક્ષ્મણ-જાનકીની વેશભૂષા સાથેના ફ્લોટ્સે લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. કોટડા(જ)માં લોહાણા સમાજ દ્વારા ધામધૂમથી રવાડી નીકળી હતી. વાંઢાયમાં પણ રામજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. મુન્દ્રામાં સનાતન હિન્દુ સમાજ દ્વારા નીકળેલી બાઈકરેલીમાં બહોળી સંખ્યામાં રામભક્તો જોડાયા હતા અને સાંઈબાબાના મંદિરેથી શહેરના મુખ્ય માર્ગો પર ફર્યા હતા. ભચાઉના ભવાનીપુરમાં પટેલ યુવક મંડળે વિશાળ રવાડી કાઢી હતી જે શહેરના મુખ્યમાર્ગો પર ફરી હતી. લખપત તાલુકાના ગામોમાં રામનવમી પ્રસંગે પ્રાચિન રામમંદિરથી રવાડી નીકળી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ