• Home
  • Gujarat
  • Bhuj
  • Bhachu
  • કચ્છની 5 શાળામાં લિગલ લીટરેસી કલબ સ્થપાશે

કચ્છની 5 શાળામાં લિગલ લીટરેસી કલબ સ્થપાશે

DivyaBhaskar News Network

Mar 26, 2018, 03:45 AM IST
કચ્છની 5 શાળામાં લિગલ લીટરેસી કલબ સ્થપાશે
છાત્રોને શાળાકક્ષાએથીજ ન્યાય પ્રણાલી અને કાયદાકિય જોગવાઇનું જ્ઞાન મળી રહે તેવા આશયથી રાજયની સાથે કચ્છમાં પણ લિગલ લીટરેસી કલબ સ્થાપવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત કચ્છની 5 શાળાઓને આ માટે અલગ તારવી લઇ ગુરૂવારે હાઇકોર્ટના ન્યાયમૂર્તિના હસ્તે પ્રથમ લિગલ લિટરેસી કલબ ગાંધીધામની શાળામાં કાર્યરત કરાશે.

જિલ્લા કાનુની સેવા સતામંડળના સચિવ ડી.બી.ગોહિલે કહ્યું કે કિશોરવયમાં આવેશમાં આવીને અપરાધ થવાની ઘટનાઓને ગંભીરતાથી લઇને સર્વોચ્ચ અદાલતે વિધ્યાર્થીઓમાં કાયદાકિય બાબતોનું જ્ઞાન આવે અને ન્યાયપ્રણાલીની જોગવાઇ અંગે જાગૃતતા આવે તેથી આવી કલબ સ્થાપવા સુચન કર્યું હતુ઼. આથી દરેક જિલ્લામાં 5-5 શાળાઓને પસંદ કરી ત્યાં લિગલ લિટરેસી કલબ સ્થાપિત કરવા નિર્ણય લેવાયો છે. જિલ્લાની આવી પ્રથમ કલબનો પ્રારંભ ગુરૂવારે ગાંધીધામની સરદાર વલ્લભ પટેલ વિધ્યાલય ખાતે ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ એમ.આર.શાહના હસ્તે કરાશે. ગોહિલે ઉમેર્યું કે કલબમાં અધ્યતન ફર્નિચર, કોમ્પ્યુટર સેટ ઉપરાંત કાયદાકીય જોગવાઇ દર્શાવતી પુસ્તકો રખાશે. કાયદા ક્ષેત્રના નિષ્ણાતોનું છાત્રોને માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાશે. આ કક્ષનો ઉપયોગ માત્ર લિગલ અવેરનેશ હેતુ કરવા માટે પણ સબંધીત શાળાઓને સુચના અપાઇ છે.

આ 5 શાળામાં શરૂ થશે લિગલ કલબ

સવપ હાઇસ્કુલ ,ગાંધીધામ

એચડીડી હાઇસ્કુલ, ભચાઉ

શેઠ જીટી હાઇસ્કુલ ,માંડવી

મોડેલ સ્કુલ, દવાપર

કેવી સરકારી હાઇસ્કુલ, નખત્રાણા

X
કચ્છની 5 શાળામાં લિગલ લીટરેસી કલબ સ્થપાશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી