Home » Gujarat » Bhuj » Bhachu » ભચાઉ તાલુકાના બાનિયારી-કડોલ વિસ્તારમાં આવેલા વન્ય અભયારણ્યમાં સબ ભૂમિ

ભચાઉ તાલુકાના બાનિયારી-કડોલ વિસ્તારમાં આવેલા વન્ય અભયારણ્યમાં સબ ભૂમિ

Divyabhaskar.com | Updated - Mar 13, 2018, 03:45 AM

ભચાઉ તાલુકાના બાનિયારી-કડોલ વિસ્તારમાં આવેલા વન્ય અભયારણ્યમાં સબ ભૂમિ ગોપાલકી હોય એમ 18 હજાર એકર જેટલા મસમોટા...

 • ભચાઉ તાલુકાના બાનિયારી-કડોલ વિસ્તારમાં આવેલા વન્ય અભયારણ્યમાં સબ ભૂમિ

  ભચાઉ તાલુકાના બાનિયારી-કડોલ વિસ્તારમાં આવેલા વન્ય અભયારણ્યમાં સબ ભૂમિ ગોપાલકી હોય એમ 18 હજાર એકર જેટલા મસમોટા વિસ્તારમાં મીઠાના કહેવાતા ઉદ્યોગકારો બેસી ગયા છે ત્યારે અહીં પરિસ્થિતી શું છે તે તપાસવા માટે રૂબરૂ મુલાકાત લેવામાં આવતા જાણવા મળ્યું હતું કે હજુ અન્ય ઉદ્યોગકારને અહીં આવવું હોય તો દરવાજા ખૂલા જ છે અને કેટલાક વચેટિયાઓ નવ હજાર રૂપિયે એકરના ભાવે જમીન ઓફર

  ...અનુસંધાન પાના નં. 13  કરી રહ્યા છે અને જમીન તમને જેટલી જોઇતી હોય તેટલી આપવા તૈયાર છે.

  જંગલા ખાતાના અભયારણ્યની જમીનમાં ધમધમતા મીઠાના અગરોની રૂબરૂ મુલાકાતે ‘દિવ્યભાસ્કર’ની ટીમ પહોંચી તે દરમિયાન ભ્રષ્ટાચાર અને ભૂમાફિયાની અનેક રસપ્રદ વિગતો જાણવા મળી હતી. સ્થાનિકે બેઠેલા 20થી 25 જેટલા ટપોરીઓ ગાડીઓ આવેલી જોઇને દોડી આવ્યા હતાં. ભાસ્કરે આ શખ્સોને મીઠાના ધંધા માટે જમીન જોઇએ છે તે કેવી રીતે મળે તેની પૂછપરછ કરતા ત્યાં ઉપસ્થિત અને પોતાનું નામ મહાદેવ આહીર જણાવનારા શખ્સે કહ્યું હતું કે તમને કોઇની પણ મંજૂરી લેવાની જરૂર નથી. એકરે નવ હજારના ભાવે તમને જેટલી જોઇએ એટલી જમીન અમે આપશું.

  આ જમીનમાં ભવિષ્યમાં સરકારી રાહે કોઇ ગરબડ ઉભી થાય તો તેના માટે શું કરવું એમ પૂછવામાં આવતા મહાદેવે કહ્યું હતું કે એ માટે અમારા શેઠના મુખ્ય માણસ હીરાભાઇને મળો. જોકે, હીરાભાઇને ફોન કરવામાં આવતા તેમણે પોતે આ વ્યવસાય સાથે જોડાયેલા હોવાનો ઈન્કાર કરતા કહ્યું કે હું તો ખેડૂત છું. હું કંઇ જાણતો નથી.

  સાઇટ પર ઉભેલા મીઠા ઉદ્યોગના ‘રખેવાળો’એ બધી સાઇટસ્ સ્થાનિકે બતાવી હતી. તેમાં તમામ જવાબદારી અમારી એમ કહીને ઉમેર્યું હતું કે બોર, વીજ કનેકશન બધું તમને મળી જશે. જોકે, બોરનો જે ખર્ચ લાગે તે અને પીજીવીસીએલમાંથી કનેકશનના 4 લાખ રૂપિયા લાગશે. વીજ કનેકશન લીધા બાદ 24 કલાક બોરની મોટર ચાલે અને લાઇન ડાયરેક્ટ ખેંચી લેવાની અને તેથી લાઇટ બિલ પણ તમને આવશે નહીં. એમ ઉમેર્યું હતું. ત્યાં નોકરી કરતા જગદીશ ઠાકોર નામના શખ્સે પણ લાઇનમાં સીધું જોડાણ કેમ કરી દેવાય તે બતાવ્યું હતું.

  પોલીસ પણ વહેતી ગંગામાં હાથ ધોય છે ω

  બાનીયારીના સરપંચે ઉઠાવેલી આ કૌભાંડ સામેની ઝુંબેશમાં તેમની સામે પોલીસ ફરિયાદ કરીને તેમને ફીટ કરી દેવાની સાઝિશ બાદ હવે કડોલના સરપંચે પણ અવાજ ઉઠાવતા તેમને પણ ખોટા કેસ કરીને ફસાવવા માટેની ધમકી આપવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ તંત્ર પણ વહેતી ગંગામાંથી હાથ ધોઇ રહ્યું હોવાથી આ ભૂમાફિયાઓ પોતાનું ધાર્યું કરાવી શકશે એવું લાગી રહ્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ