ક્રાઇમ રીપોર્ટર. ભચાઉ

ક્રાઇમ રીપોર્ટર. ભચાઉ ગાંધીધામના રેલવે સ્ટેશન પર આવેલી કચ્છ એક્સપ્રેસમાંથી ઉતરેલા ભચાઉ શહેર ભાજપ પ્રમુખ...

DivyaBhaskar News Network | Updated - Mar 13, 2018, 03:45 AM
ક્રાઇમ રીપોર્ટર. ભચાઉ
ક્રાઇમ રીપોર્ટર. ભચાઉ

ગાંધીધામના રેલવે સ્ટેશન પર આવેલી કચ્છ એક્સપ્રેસમાંથી ઉતરેલા ભચાઉ શહેર ભાજપ પ્રમુખ કનૈયાલાલ જોષી અને નગરપાલિકાના નગરસેવિકા કલ્પનાબેન જોષીના પુત્ર અભિષેક જોષીને રેલવે પોલીસે રૂ.45,300ના અંગ્રેજી શરાબ અને બીયરના ટીન સાથે પકડી લેતાં ભચાઉ ભાજપમાં એક સાંધો તેર તૂટે કરતાં પણ વધુ ખરાબ સ્થિતિ ઉભી થઇ છે કારણકે હજી ભચાઉ ભાડાના ચેરમેનના પત્નીના મોતનું રહસ્ય ગુંચવાયેલું છે ત્યાં શહેર ભાજપ પ્રમુખ અને નગરસેવીકાનો પુત્ર અંગ્રેજી શરાબના જથ્થા સાથે પકડાતાં ચકચાર મચી જવા પામી છે.

આ બાબતે રેલવે પોલીસે વીગતો આપતાં જણાવ્યુ હતું કે,રેલવે પોલીસના પીએસઆઇ સી.એસ.સોંદરવા પોતાની ટીમ સાથે ગાંધીધામ રેલવે સ્ટેશન પર

..અનુસંધાન પાના નં. 13પેટ્રોલિંગમાં હતા ત્યારે વહેલી સવારે ગાંધીધામ સ્ટેશને પહોંચેલી કચ્છ એક્સપ્રેસમાંથી થેલા અને વીઆઇપીની ટ્રોલી બેગ સાથે ઉતરેલા અભીષેક કનૈયાલાલ જોષીની શંકાના આધારે તલાશી લેતાં તેમાંથી રૂ.45,300ની કિંમતના અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી 354 અંગ્રેજી શરાબની બોટલો અને બીયરની 96 ટીન મળી આવતાં થેલા,મોબાઇલ અને રોકડ સહીત કુલ રૂ.48,700નો મુદ્દામાલ કબજે કરી ગાંધીધામ રેલવે પોલીસમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બોક્સ:માતા-પિતા કહે છે અમારા કહ્યામાં નથી:5 દિવસથી ઝઘડો કર્યા બાદ ગુમ હતો

આ બાબતે અભિષેકના પિતા કનૈયાલાલ જોષી અને માતા કલ્પનાબેને જણાવ્યુ઼ હતું કે અભિષ્ોક અમારા કહ્યામાં જ ન હતો અને અવારનવાર ઘરમાં માથાકુટ કર્યા કરતો અને પાંચ દિવસ પહેલાં ઘરમાં ભારે માથાકુટ કરી ચાલ્યો ગયો હતો જે આજ સુધી ગુમ હતો શરાબ સાથે પકડાયાની જાણ થઇ ત્યારે એ ક્યાં છે તેની ખબર અમને પડી છે.

X
ક્રાઇમ રીપોર્ટર. ભચાઉ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App