• Home
  • Gujarat
  • Bhuj
  • Bhachu
  • ભચાઉ ચૂંટણીકાંડમાં અવાજ ઊઠાવનારા કોંગ્રેસી ઉમેદવાર સહિત 32ને હિસાબો રજૂ કરવા નોટિસ

ભચાઉ ચૂંટણીકાંડમાં અવાજ ઊઠાવનારા કોંગ્રેસી ઉમેદવાર સહિત 32ને હિસાબો રજૂ કરવા નોટિસ

ભચાઉ પાલિકાની ચૂંટણી દરમિયાન વોર્ડ નં. 7ના એક મતદાન મથકમાં મતદાતાઓને પ્રભાવિત કરાયા હોવાના વીડિયો પછી કોંગ્રેસી...

DivyaBhaskar News Network | Updated - Mar 13, 2018, 03:45 AM
ભચાઉ ચૂંટણીકાંડમાં અવાજ ઊઠાવનારા કોંગ્રેસી ઉમેદવાર સહિત 32ને હિસાબો રજૂ કરવા નોટિસ
ભચાઉ પાલિકાની ચૂંટણી દરમિયાન વોર્ડ નં. 7ના એક મતદાન મથકમાં મતદાતાઓને પ્રભાવિત કરાયા હોવાના વીડિયો પછી કોંગ્રેસી ઉમેદવાર શરીફ નોતિયારે અવાજ ઉઠાવ્યો હતો. આ ઉમેદવાર સહિત 32 જેટલા ઉમેદવારોને ચૂંટણીના હિસાબો રજૂ કરવા અંગે આદેશ અપાયો છે. નોતિયારે કહ્યું કે, મારી રજૂઆતનો જવાબ આપતા નથી, પણ નોટિસ આપી શકે છે. ભચાઉ પ્રાંત ઓફિસર ગઢવીએ કહ્યું કે, જિલ્લા કલેક્ટરે તપાસનો આદેશ આપ્યો હતો. આથી, અમે તેમને અહેવાલ મોકલી આપ્યો છે. ત્યાંથી વિશેષ તપાસ ચાલી રહી હોય એમ પણ બની શકે. સંપૂર્ણ તપાસના અંતે જ ઉમેદવારને જવાબ આપી શકાય.

ભચાઉ પાલિકાની ચૂંટણીના હિસાબો રજૂ ન કરનારા 32 જેટલા ઉમેદવારોને નોટિસ આપી હોવાની વાતને સમર્થન આપતા પ્રાંત અધિકારી નવલદાન ગઢવીએ કહ્યું હતું કે, ‘ચૂંટણીના દિવસે કે મતગણતરીના દિવસે કોઇ ફરિયાદ થઇ નહોતી. કલેક્ટરના આદેશ પછી અમે ત્રણેય પ્રિસાઇડિંગ ઓફિસરોની ડાયરીઓ જોઇ. પણ એકેયમાં આવી કોઇ નોંધ નહોતી. ઝોનલ ઓફિસરના રિપોર્ટ્સમાં પણ આવો કોઇ ઉલ્લેખ કરાયો નહોતો. રજૂઆત પણ જે-તે વીડિયો વાયરલ થયા પછી કરવામાં આવી છે એટલે હવે રાજ્ય ચૂંટણીપંચ જ આમાં નિર્ણય લેવા સક્ષમ છે.’ઉલ્લેખનિય છે કે, ભચાઉ પાલિકાની ચૂંટણી દરમિયાન વોર્ડ નં. 7ના એક મતદાન મથકમાં મતકુટિર પાસે જ ઉભા રહીને એક શખસ દ્વારા સતત મતદાનને પ્રભાવિત કરાયું હતું અને તેની વીડિયો ક્લિપ પણ વાયરલ થતાં હોબાળો મચ્યો હતો. લોકશાહીને કલંકીત કરતી આ ઘટનાનો સતસવિર અહેવાલ ‘દિવ્ય ભાસ્કર’માં પ્રસિદ્ધ થયા પછી વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.

X
ભચાઉ ચૂંટણીકાંડમાં અવાજ ઊઠાવનારા કોંગ્રેસી ઉમેદવાર સહિત 32ને હિસાબો રજૂ કરવા નોટિસ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App