Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Bhachu » ભચાઉમાં બે જુથ વચ્ચે નજીવી વાતે અથડામણથી ભયનો માહોલ સર્જાયો

ભચાઉમાં બે જુથ વચ્ચે નજીવી વાતે અથડામણથી ભયનો માહોલ સર્જાયો

Divyabhaskar.com | Updated - Mar 12, 2018, 03:45 AM

ભચાઉના રેલવેના એકમાર્ગીય પુલમાંથી પસાર થવાની નજીવી બાબતે બે જુથ વચ્ચે હથિયાર સાથે થયેલી અથડામણને લઇ ભચાઉમાં...

  • ભચાઉમાં બે જુથ વચ્ચે નજીવી વાતે અથડામણથી ભયનો માહોલ સર્જાયો
    ભચાઉના રેલવેના એકમાર્ગીય પુલમાંથી પસાર થવાની નજીવી બાબતે બે જુથ વચ્ચે હથિયાર સાથે થયેલી અથડામણને લઇ ભચાઉમાં તંગદીલી ભર્યું વાતાવરણ ઉભું થયું હતું,પરંતુ પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવી લઇ વાતાવરણ બગડતા અટકાવ્યું હતું.

    આ બાબતે પ્રાપ્ત વીગતો મુજબ ,ભચાઉ શહેર અને ભવાનીપરને જોડતા વિસ્તાર વચ્ચેના રેલવે ટ્રેક નીચેથી પસાર થવા અને ગાડી પાછી લેવા બાબતે લુણવાના આહીર અને ભચાઉના દરબાર યુવાન સામસામે આવી જતાં મામલો બિચક્યો હતો.

    જોતજોતામાં બન્ને જુથના ટોળા શહેરમાં હથિયાર સાથે ઉતરી પડ્યા હતા અને જાણે શહેરને બાનમાં લીધું હતુ઼,પરંતુ ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિત પોલીસ કાફલો શહેરમાં ફરી છવળ્યો હતો અને થોડી જ વારમાં મામલો થાળે પાડ્યો હતો.

    પીઆઇ ગોઢાણીયા સાથે થયેલી વાતમાં તેમણે જણાવ્યું હતું કે બે જુથ વચ્ચે મગજમારી થવાની જાણ થતાં પોલીસ કાફલો તૈનાત કરી દેવાતાં પરિસ્થિતિ તરત કાબુમાં આવી ગઇ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending