Home » Gujarat » Bhuj » Bhachu » ચોબારીની શાળાને તાલુકા કક્ષાએ બીજા ક્રમનો એવોર્ડ

ચોબારીની શાળાને તાલુકા કક્ષાએ બીજા ક્રમનો એવોર્ડ

Divyabhaskar.com | Updated - Mar 12, 2018, 03:45 AM

ભચાઉના ચોબારી ગામની કૃષ્ણનગર પ્રાથમિક શાળા નં.3ને તાલુકા કક્ષાએ સ્વચ્છતા માટે બીજા ક્રમનો એવોર્ડ અપાતાં...

  • ચોબારીની શાળાને તાલુકા કક્ષાએ બીજા ક્રમનો એવોર્ડ
    ભચાઉના ચોબારી ગામની કૃષ્ણનગર પ્રાથમિક શાળા નં.3ને તાલુકા કક્ષાએ સ્વચ્છતા માટે બીજા ક્રમનો એવોર્ડ અપાતાં છેવાડાના ગામના વાલીઓમાં ખુશીની લાગણી ફેલાઇ હતી. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શાળાઓમાં સફાઇ અંગેની સભાનતા વધારવા માટે અમલી શાળા સ્વચ્છતા એવોર્ડ યોજના અંતર્ગત તાલુકાની અન્ય શાળાઓ સાથે કોર કમિટીએ ચોબારી શાળાની પણ મુલાકાત લીધી. શાળામાં જળવાતી સ્વચ્છતા ઉડીને આંખે વળગે તેવી હોતાં દ્વિતીય ક્રમે વિજેતા જાહેર કરાઇ હતી. જ્યારે પ્રથમ ક્રમે લાકડિયાની શાળાએ મેદાન માર્યું હતું. આચાર્ય નાગજી પરમાર તેમજ સ્ટાફની જહેમત સાથે તાલુકા કક્ષાએ વિજેતા બનેલી આ શાળાના વિદ્યાર્થીઓએ રાજ્ય પરીક્ષા બોર્ડ સ્કોલરશીપની કસોટી તેમજ રાષ્ટ્રીય કક્ષાની સ્કોલરશીપની પરીક્ષામાં પણ ઝળહળતો દેખાવ કર્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ