ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Bhachu» માંડવી મતવિસ્તારના પ્રશ્નોને વાચા આપવાના ઉદ્દેશથી ધારાસભ્ય દ્વારા લોકસંપર્ક

    માંડવી મતવિસ્તારના પ્રશ્નોને વાચા આપવાના ઉદ્દેશથી ધારાસભ્ય દ્વારા લોકસંપર્ક

    DivyaBhaskar News Network | Last Modified - Mar 12, 2018, 03:45 AM IST

    માંડવી મતવિસ્તારના પ્રશ્નોને વાચા આપવાના ઉદ્દેશથી ધારાસભ્ય દ્વારા લોકસંપર્ક કાર્યાલય ખુલ્લું મૂકાયું હતું....
    • માંડવી મતવિસ્તારના પ્રશ્નોને વાચા આપવાના ઉદ્દેશથી ધારાસભ્ય દ્વારા લોકસંપર્ક
      માંડવી મતવિસ્તારના પ્રશ્નોને વાચા આપવાના ઉદ્દેશથી ધારાસભ્ય દ્વારા લોકસંપર્ક

      માંડવી મતવિસ્તારના પ્રશ્નોને વાચા આપવાના ઉદ્દેશથી ધારાસભ્ય દ્વારા લોકસંપર્ક કાર્યાલય ખુલ્લું મૂકાયું હતું. લોકો માટે એક વ્હોટ્સએપ નંબર પણ જાહેર કરાયો છે જેના પર પોતાની સમસ્યા રજૂ કરી શકાશે.

      રાજ્યમંત્રી વાસણભાઇ આહિરના હસ્તે ખુલ્લાં મૂકાયેલાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના લોકસંપર્ક કાર્યાલયમાં દર ગુરૂવારે ભચાઉ પાલિકાના પ્રમુખ કુલદિપસિંહ જાડેજા લોકસંપર્ક કરી પ્રશ્નો હલ કરશે.

      મતદારો પોતાના પ્રશ્નો વ્હોટ્સએપ નંબર - 70619 19191 પર મોકલાવી શકશે જેનો ધ્યાનપૂર્વક નિવેડો લાવવામાં આવશે તેવી ખાતરી અપાઇ હતી.

      આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સાંસદ વિનોદ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાલી, તારાચંદ છેડા, જિલ્લા પ્રમુખ કેશુભાઇ પટેલ સહિતનાએ સરકારની યોજનાઓને ઘરોઘર પહોંચાડવાનો કાર્યકરોને અનુરોધ કર્યો હતો. અનિરુદ્ધ દવે, રમેશ મહેશ્વરી, કૌશલ્યાબેન માધાપરિયા, છાયાબેન ગઢવી, મહેન્દ્ર ગઢવી, અમુલ દેઢિયા, નરેન્દ્ર પીઠડીયા, દેવાંગ દવે, બટુકસિંહ જાડેજા, મેહુલ શાહ, નરેન સોની, રાજેન્દ્રસિંહ જાડેજા, વિનોદ થાનકી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: માંડવી મતવિસ્તારના પ્રશ્નોને વાચા આપવાના ઉદ્દેશથી ધારાસભ્ય દ્વારા લોકસંપર્ક
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `