Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Bhachu » મોર્નિંગ વોક માટે નીકળેલા ભચાઉ‘ભાડા’ના પૂર્વ ચેરમેનની પત્નીનું ટ્રેન હડફેટે મોત

મોર્નિંગ વોક માટે નીકળેલા ભચાઉ‘ભાડા’ના પૂર્વ ચેરમેનની પત્નીનું ટ્રેન હડફેટે મોત

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 03:45 AM

ભચાઉ ભાડાના પુર્વ ચેરમેન અને ભાજપના કાર્યકર્તા વિકાસ મોહનભાઇ રાજગોરના મોર્નિંગ વોકમાં નિકળેલા પત્ની નીતાબેન...

  • મોર્નિંગ વોક માટે નીકળેલા ભચાઉ‘ભાડા’ના પૂર્વ ચેરમેનની પત્નીનું ટ્રેન હડફેટે મોત
    ભચાઉ ભાડાના પુર્વ ચેરમેન અને ભાજપના કાર્યકર્તા વિકાસ મોહનભાઇ રાજગોરના મોર્નિંગ વોકમાં નિકળેલા પત્ની નીતાબેન રાજગોરને ભચાઉ ચોપડવા રેલવે ટ્રેક પર ટ્રેનની ટક્કર લાગતાં તેમને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થતાં તેમનું સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ નિપજતાં શોકનું મોજું ફરી વળ્યું હતું.,તો તેમની સાથે રહેલા નીતા બહેનના માસીયાઇ ભાઇ આનંદ જોશીને ઇજાઓ થતાં તેમને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

    આ બાબતે ભચાઉ પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે,37 વર્ષીય નીતાબેન નિત્યક્રમ મુજબ મોર્નિંગ વોક માટે નિકળ્યા હતા ત્યારે વહેલી સવારે 6 વાગ્યે ભચાઉ ચોપડવા રેલવે ટ્રેક પરથી આવતી ટ્રેનની ટક્કર લાગી હતી અને તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નિપજ્યું હતું.

    તેમની સાથે રહેલા તેમના માસીયાઇ ભાઇ આનંદ જોશીને પણ ઇજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending