• Home
  • Gujarat
  • Bhuj
  • Bhachu
  • ‘લોકશાહી માટે આ ખોટું’ : કેશુભાઇ પટેલ ‘લીગલ એડવાઇઝ લઇશું’ : નરેશ મહેશ્વરી

‘લોકશાહી માટે આ ખોટું’ : કેશુભાઇ પટેલ ‘લીગલ એડવાઇઝ લઇશું’ : નરેશ મહેશ્વરી

ભચાઉની પાલિકાની ચૂંટણીમાં મતદાનને પ્રભાવિત કરતા દાઢીધારી યુવાનની વીડિયો ક્લિપ વાયરલ થયાના મામલે ઘેરા...

DivyaBhaskar News Network | Updated - Feb 23, 2018, 03:45 AM
‘લોકશાહી માટે આ ખોટું’ : કેશુભાઇ પટેલ ‘લીગલ એડવાઇઝ લઇશું’ : નરેશ મહેશ્વરી
ભચાઉની પાલિકાની ચૂંટણીમાં મતદાનને પ્રભાવિત કરતા દાઢીધારી યુવાનની વીડિયો ક્લિપ વાયરલ થયાના મામલે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલે આ બાબતને ગંભીર ગણાવીને લોકશાહી માટે હાનિકારક હોવાનું કહ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશભાઇ મહેશ્વરીએ પણ ઘટનાની ગંભીરતા સમજીને આ અંગે કાયદાકીય સલાહ લઇને પછી આગળ વધવાની તૈયારી હોવાનું નિવેદન આપ્યું છે.

જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલે શબ્દો ચોર્યા વિના સ્પષ્ટ જણાવ્યું કે, આ માણસ કોણ છે તેની વિગતો મંગાવવા મેં ફોન કર્યો છે. એ ગમે તે વ્યક્તિ હોય, તેને કોઇ પડકારે નહીં, કોઇ પૂછે નહીં એ ન ચાલે. હરિફાઇ તંદુરસ્ત હોવી જોઇએ. નફો-નુકસાન પછીની વાત છે. પણ, આ માણસનો મક્સદ શું હતો, શા માટે તે આવી રીતે ફરતો હતો તે જાહેર થવું જોઇએ.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશભાઇ મહેશ્વરીએ ‘દિવ્ય ભાસ્કર’ને કહ્યું કે, શહેર પ્રમુખનો અહેવાલ મંગાવી લીધો છે અને તાલુકાના હોદ્દેદારોની સાથે પણ પરામર્શ ચાલુ છે. અહેવાલ આવ્યા પછી લીગલ એડવાઇઝ લઇને પાર્ટી આગળ વધશે. ભચાઉ શહેર અને તાલુકાની સાથે સંકલનની પ્રક્રિયા ચાલુ છે.

...આ માણસ કોણ છે તે નથી ખબર અમે નથી ઓળખતા : ભાજપ-કોંગ્રેસ

ભચાઉમાં પાલિકાની ચૂંટણી દરમ્યાન વોર્ડ નં. 7ના એક મતદાન મથકમાં મતકુટિરની પાસે જ ઉભા રહીને સતત મતદાતા અને મતદાનને પ્રભાવિત કરનારા દાઢીધારી યુવાનની તસવિર ‘દિવ્ય ભાસ્કરે’ પ્રસિદ્ધ કરતાં આખું કચ્છ તેને ઓળખી ગયું હતું. પણ ભચાઉના જ આ શખસને ભચાઉ શહેર ભાજપ પ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખે ઓળખવાનો ઇનકાર કર્યો હતો. શહેર ભાજપ પ્રમુખ ઉમિયાશંકર જોષીએ કહ્યું કે, ‘મેં એને જોયો નથી ક્યારેય. ઓળખતો પણ નથી. હું તો અત્યારે સમૂહલગ્નમાં દોડું છું. મેં તો વીડિયો ક્લિપ પણ જોઇ નથી.’ શહેર કોંગ્રેસ પ્રમુખ અભય હાલાણીએ પણ હાથ ઉંચા કરી દેતાં કહ્યું કે, ‘આ માણસને જોયો છે, ભાજપનો માણસ છે. પણ, હું ઓળખતો નથી. અમારા જિલ્લા પ્રમુખ સાથે વાત કરી છે. કલેક્ટરને અમે ફરિયાદ કરવાના છીએ.’

ભાસ્કર ન્યૂઝ. ભુજ

ભચાઉની પાલિકાની ચૂંટણીમાં મતદાનને પ્રભાવિત કરતા દાઢીધારી યુવાનની વીડિયો ક્લિપ વાયરલ થયાના મામલે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલે આ બાબતને ગંભીર ગણાવીને લોકશાહી માટે હાનિકારક હોવાનું કહ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશભાઇ મહેશ્વરીએ પણ ઘટનાની ગંભીરતા સમજીને આ અંગે કાયદાકીય સલાહ લઇને પછી આગળ વધવાની તૈયારી હોવાનું નિવેદન આપ્યું છે.

જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલે શબ્દો ચોર્યા વિના સ્પષ્ટ જણાવ્યું કે, આ માણસ કોણ છે તેની વિગતો મંગાવવા મેં ફોન કર્યો છે. એ ગમે તે વ્યક્તિ હોય, તેને કોઇ પડકારે નહીં, કોઇ પૂછે નહીં એ ન ચાલે. હરિફાઇ તંદુરસ્ત હોવી જોઇએ. નફો-નુકસાન પછીની વાત છે. પણ, આ માણસનો મક્સદ શું હતો, શા માટે તે આવી રીતે ફરતો હતો તે જાહેર થવું જોઇએ.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશભાઇ મહેશ્વરીએ ‘દિવ્ય ભાસ્કર’ને કહ્યું કે, શહેર પ્રમુખનો અહેવાલ મંગાવી લીધો છે અને તાલુકાના હોદ્દેદારોની સાથે પણ પરામર્શ ચાલુ છે. અહેવાલ આવ્યા પછી લીગલ એડવાઇઝ લઇને પાર્ટી આગળ વધશે. ભચાઉ શહેર અને તાલુકાની સાથે સંકલનની પ્રક્રિયા ચાલુ છે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કહ્યું...

‘ભચાઉ શહેર-તાલુકા સાથે સંકલન ચાલુ છે, અહેવાલ આવ્યા પછી આગળ વધીશું’

ભાસ્કર ન્યૂઝ. ભુજ

ભચાઉની પાલિકાની ચૂંટણીમાં મતદાનને પ્રભાવિત કરતા દાઢીધારી યુવાનની વીડિયો ક્લિપ વાયરલ થયાના મામલે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલે આ બાબતને ગંભીર ગણાવીને લોકશાહી માટે હાનિકારક હોવાનું કહ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશભાઇ મહેશ્વરીએ પણ ઘટનાની ગંભીરતા સમજીને આ અંગે કાયદાકીય સલાહ લઇને પછી આગળ વધવાની તૈયારી હોવાનું નિવેદન આપ્યું છે.

જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલે શબ્દો ચોર્યા વિના સ્પષ્ટ જણાવ્યું કે, આ માણસ કોણ છે તેની વિગતો મંગાવવા મેં ફોન કર્યો છે. એ ગમે તે વ્યક્તિ હોય, તેને કોઇ પડકારે નહીં, કોઇ પૂછે નહીં એ ન ચાલે. હરિફાઇ તંદુરસ્ત હોવી જોઇએ. નફો-નુકસાન પછીની વાત છે. પણ, આ માણસનો મક્સદ શું હતો, શા માટે તે આવી રીતે ફરતો હતો તે જાહેર થવું જોઇએ.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશભાઇ મહેશ્વરીએ ‘દિવ્ય ભાસ્કર’ને કહ્યું કે, શહેર પ્રમુખનો અહેવાલ મંગાવી લીધો છે અને તાલુકાના હોદ્દેદારોની સાથે પણ પરામર્શ ચાલુ છે. અહેવાલ આવ્યા પછી લીગલ એડવાઇઝ લઇને પાર્ટી આગળ વધશે. ભચાઉ શહેર અને તાલુકાની સાથે સંકલનની પ્રક્રિયા ચાલુ છે.

X
‘લોકશાહી માટે આ ખોટું’ : કેશુભાઇ પટેલ ‘લીગલ એડવાઇઝ લઇશું’ : નરેશ મહેશ્વરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App