Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Bhachu » 20 વર્ષ જૂની ફ્રન્ટીની ધરી નીકળી, રીક્ષામાં અથડાતા 2 ઘાયલ

20 વર્ષ જૂની ફ્રન્ટીની ધરી નીકળી, રીક્ષામાં અથડાતા 2 ઘાયલ

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 03:45 AM

ગુરુવારે સવારે ભુજ ભચાઉ ધોરીમાર્ગ પર લાખોંદ પાટિયા નજીક 20 વર્ષ જૂની મારુતિ ફ્રન્ટીની ધરી નીકળી જતા કાર અને રીક્ષા...

  • 20 વર્ષ જૂની ફ્રન્ટીની ધરી નીકળી, રીક્ષામાં અથડાતા 2 ઘાયલ
    ગુરુવારે સવારે ભુજ ભચાઉ ધોરીમાર્ગ પર લાખોંદ પાટિયા નજીક 20 વર્ષ જૂની મારુતિ ફ્રન્ટીની ધરી નીકળી જતા કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો,જેમાં રિક્ષાચાલક સહીત બે ને ઈજાઓ પહોંચી હતી. આવા અકસ્માત માટે વાહન ફિટનેસની અપૂરતી આરટીઓ ચેકીંગ અને દોડતી આવી કેટલીય કારો થકી જાન-માલ હાનીનું નુકસાન થતું હોવાનું સામે આવ્યું છે.

    સવારે 8:30 વાગ્યે સર્જાયેલ અકસ્માતમાં ઘટનાસ્થળે ભાસ્કરે નિહાળ્યું કે,ભચાઉ તરફ જઈ રહેલ 1998ના વર્ષના મોડેલની નેતાભાઈ મારવાડા માલિકીની GJ-1-AP-5661 ફ્રન્ટી કારમાં મરમ્મતના અભાવે આગળની ધરી નીકળી ગઈ હતી,ત્યારે સામેથી આવી રહેલ GJ-12-AU-0545 રિક્ષામાં અથડાતા અકસ્માત સર્જાયો હતો.

    આ દુર્ઘટનામાં કાળીતલાવડીના રિક્ષાચાલક 65 વર્ષીય આરબ અલીમામદ ગગડાને સામાન્ય ઈજાઓ અને પાછળ બેઠેલા અબ્દેરહેમાન ઈલિયાસ બાફણને અસ્થિભંગ સહિતની ઈજાઓ થવા પામી હતી. ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે ભુજ જી.કે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ સમયે ઘટના સ્થળે ટ્રાફિકજામ થતાં વાલેચા ટોલગેટ દ્વારા ક્રેન દ્વારા વાહનો હટાવાયા હતા.

    અત્રે નોંધનીય છે કે,પરિવહન કમિશ્નર કચેરીની યાદી પ્રમાણે વાહન ‘અનફિટ’ નો પહેલો મુદ્દો ધરી અને સ્ટિયરિંગ જો યોગ્ય ન હોય તો વાહન અનફિટ ગણાય છે,જે રોડ પર ચલાવી શકાય નહીં. જો કે આ મુદ્દો જ અકસ્માત માટે કારણભૂત બન્યો હતો.આરટીઓ એ આ મુદ્દે પણ તપાસ કરવી જોઈએ જેથી અકસ્માતો ટાળી શકાય

    પરિવહન કમિશ્નર કચેરીની યાદી પ્રમાણે વાહન ‘અનફિટ’ નો પહેલો મુદ્દો જ બન્યો ઘટનાનું કારણ

    કાર 15 વર્ષ જૂની થાય બાદ ફિટનેસ સર્ટિફિકેટ અનિવાર્ય : આરટીઓ

    વેહિકલ ફિટનેસ મુદ્દે આરટીઓ દિલીપ યાદવને પ્રશ્ન પૂછતાં, તેમને જણાવ્યું કે કોઈ પણ કાર 15 વર્ષ જૂની હોય ત્યાર બાદ દર પાંચ વર્ષે જો તે કાર્યક્ષમ હોય તો જ ફિટનેસ સર્ટિફિકેટ આપવમાં આવે છે. નહીંતર રોડ પર ચલાવી શકાય નહિ. જો કે ચેકીંગ અને પ્રશ્નોત્તરમાં તેમને આવા કેસ નોંધાતા હોવાનું અને દંડ પણ કરતા હોવાનું જણાવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending