• Gujarati News
  • કોર્ટ દ્વારા તેમને સેવાનો હુકમ કરાયાનો બન્ને જૂથનો દાવો

કોર્ટ દ્વારા તેમને સેવાનો હુકમ કરાયાનો બન્ને જૂથનો દાવો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીજપાસરમાં મંદિરની પૂજા

કરવા મુદે તલવાર-ધોકા ઉડ્યા

વીજપાસરગામે બે જૂથ વચ્ચે રામદેવપીર મંદિરની સેવા પૂજા બાબતે ડખો થતાં તલવાર અને ધોકાથી મારામારી થઇ હતી. બન્ને જૂથ દ્વારા પોલીસ સમક્ષ મંદિરમાં સેવા કરવાનો કોર્ટ દ્વારા હુકમ કરાયાનો દાવો કરવામાં આવ્યો છે, ત્યારે પોલીસે પણ બન્ને પક્ષની ફરિયાદ નોંધી લાખો શ્રદ્ધાળુના આસ્થા સમા રામદેવપીર મંદિરની પૂજાનો હક્ક કોની પાસે છે, તે જાણવા તપાસ હાથ ધરી છે.

વીજપાસર ગામે મહિપતસિંહ શિવુભા જાડેજા (29) દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે કે, મંદિરની સેવા-પૂજા સંભાળવાનો કોર્ટનો હુકમ હોવાથી ફરિયાદી તથા મહેન્દ્રસિંહ નરસંગજી, નરસંગજી ખીમુભા, હરભુજી ખીમુભા, રતનસિંહ શિવુભા અને ગુલાલબા શિવુભા ગુરુવારે સાંજે મંદિર ગયા હતા અને મહેન્દ્રસિંહ ધીરૂભા જાડેજાને મંદિરનો કબજો સોંપવા જણાવ્યું હતું, ત્યારે મહેન્દ્રસિંહ ધીરૂભાએ અન્ય સાથી ધીરૂભા ખીમુભા અને નરેન્દ્રસિંહ ધીરૂભાને બોલાવી લીધા હતા. ત્રણેય શખ્સે ભેગા મળી મહિલા સહિત 6 શખ્સ પર તલવાર અને ધોકાથી હુમલો કર્યો હતો, તો સામાપક્ષે મહેન્દ્રસિંહ ધીરૂભા જાડેજાએ વળતી ફરિયાદ નોંધાવી હતી કે, તેના ભાઇ નરેન્દ્રસિંહ રામદેવપીર મંદિરની પૂજા કરે છે, ત્યારે આરોપી મહિપતસિંહ, મહેન્દ્રસિંહ, નરસંગજી અને રતનસિંહે ભેગા મળી તલવાર ધોકાથી વળતો હુમલો કર્યો હતો.

સુખપરમાં ચારિત્ર અંગે પતિએ પત્નીને ફટકારી

ભચાઉ તાલુકાનાસુખપર ગામે રહેતી પરિણીતા રમકુબેન રમેશ કોલી (25)એ ફરિયાદ કરી હતી કે, છેલ્લા થોડા સમયથી પતિ રમેશ જીવા તેના ચારિત્ર પર શંકા અને વહેમ રાખી ત્રાસ આપતો હતો. તેવામાં ગઇકાલે રાત્રિના બાબતે પતિએ બોલાચાલી કરી હતી. જોતજોતામાં મામલો ગરમાઇ ગયો હતો અને ઉશ્કેરાયેલા પતિએ પત્ની રમકુબેનને લાકડીથી માર માર્યો હતો, જેને પગલે પોલીસને જાણ કરી હતી. દુધઇ પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.