તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 2 વર્ષની અપહ્યત બાળકીને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2 વર્ષની અપહ્યત બાળકીને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામનાકાર્ગો ઝૂંપડપટ્ટીમાંથી પરિણીતાના ધરમના ભાઇ દ્વારા બહેનની 2 વર્ષની બાળકીને ઉઠાવી જવામાં આવી હતી, જે સંબંધે પોલીસમાં ફરિયાદ થતાં એસ.પી. ભાવના પટેલે સંબંધે તાત્કાલિક તપાસ કરવા હુકમ કરતાં પોલીસના પ્રયત્નોને પગલે બાળકી રેઢી મૂકી દેવાયેલી હાલતમાં ઝાડીઓમાંથી મળી આવી હતી, જેના પગલે વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

શહેરના કાર્ગો એકતાનગરમાં રહેતા ફરિયાદી લીલાબેન દાનાભાઇ ઠાકોર (ઉ.50)ના ધરમના ભાઇ મનુભાઇ વાળંદ (રહે. મૂળ નવાગામ, ભચાઉ, હાલે ગાંધીધામ) ફરિયાદીની બે વર્ષની પુત્રીને નાસ્તો લઇ આપવાનું કહી મંગળવારે સવારે 11 વાગ્યે લઇ ગયો હતો. બુધવારે સવાર સુધી પરત આવતાં કે તેનો કોઇ જાતનો સંપર્ક થઇ શકતાં ભયવશ પોલીસમાં ફરિયાદ આપવામાં આવી હતી. બનાવ સંબંધે જાણ થતાં એસ.પી. ભાવના પટેલે બી ડિવિઝન અને એલ.સી.બી.ની ટીમને મેદાનમાં ઉતારી પેટ્રોલિંગ કડક કરી બાળકીને શોધી કાઢવા આદેશ આપ્યો હતો, જેના પગલે સઘન તપાસ થતાં ગુડ્સ શેડ રેલવે સ્ટેશનની બાજુમાં આવેલી બાવળની ઝાડીઓમાંથી બાળકી ત્યજી દેવાયેલી અવસ્થામાં મળી આવી હતી, જ્યારે આરોપી હાથ આવ્યો નહોતો. પોલીસે બાળકીને વાલીઓને સુપરત કરી આરોપીને શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી. બાળકી હેમખેમ મળી આવતાં બાળકીના વાલીઓમાં આનંદ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો