તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કડોલમાં પ્રવેશોત્સવના માધ્યમથી શિક્ષણનું મહાઅભિયાન હાથ ધરાયું

કડોલમાં પ્રવેશોત્સવના માધ્યમથી શિક્ષણનું મહાઅભિયાન હાથ ધરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉતાલુકાના કડોલ ગામે સરકારી હાઇસ્કૂલમાં યોજાયેલ કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવના રાજય સરકારના શિક્ષણનાઅભિયાનના ત્રીજા દિવસે દીપ પ્રગટાવી સંસદીય સચિવે પ્રારંભ કરાવ્યો હતો. તેમણે હાઇસ્કૂલ ધો.9માં પ્રવેશ પામનારા વિદ્યાર્થીઓને આવકારી રાજયના મુખ્યમંત્રીની સરકાર વતી સૌને શુભકામના પાઠવી હતી.

શનિવારે કડોલ મધ્યે યોજાયેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ દરમિયાન કડોલ ગામમાં એક મહિલાના મૃત્યુ થયાના સમાચાર મળતા સૌપ્રથમ સંસદીય સચિવ વાસણભાઈ આહિર સહિત મંચસ્થ અગ્રણીઓ અને શાળાના તમામ વિદ્યાર્થી-શિક્ષકો અને ગ્રામજનોએ બે મિનિટ ઊભા રહીને શ્રધ્ધાંજલિ આપી હતી અને દિવંગત આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી. પ્રસંગે તાલુકાના મહામંત્રી વાઘજીભાઈ આહિર, જનકસિંહ જાડેજા, ગામના સરપંચ નાનજી વેલા ચૌહાણ, ગામના આગેવાનો રતાભાઈ વસા, હરિભાઈ ભીમા વગેરે તેમજ ગામના મુરબ્બીઓ, ગ્રામજનો, વિદ્યાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...