Home » Gujarat » Bhuj » Bhachu » ટપ્પર ડેમ પાસે કેનાલનું ફ્લોરીંગ તુટયું

ટપ્પર ડેમ પાસે કેનાલનું ફ્લોરીંગ તુટયું

Divyabhaskar.com | Updated - Mar 18, 2018, 03:40 AM

ગાંધીધામ-આદિપુરની પ્રજાને પીવાના પાણીની તરસ છીપાય તે માટે સરકાર અને આગેવાનો દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ...

  • ટપ્પર ડેમ પાસે કેનાલનું ફ્લોરીંગ તુટયું
    ગાંધીધામ-આદિપુરની પ્રજાને પીવાના પાણીની તરસ છીપાય તે માટે સરકાર અને આગેવાનો દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ અગાઉની જેમ નર્મદા કેનાલના નબળા કામોની પોલ પણ ખુલી રહી છે. ટપ્પર ડેમમાં પાણી ભરાવવાની પ્રક્રિયા ચાલુ છે તેવા સમયે ગઇ કાલે ફીટર કેનાલમાં ફ્લોરીંગ તુટી પડ્યું હતું. આ ધોવાણને કારણે ગાબડુ પડતાં પાણીનો પ્રવાહ બહાર ફેંકાતો રહ્યો હતો. આ બાબતે પાણી પુરવઠા અને સિંચાઇ વિભાગને જાણ થયા પછી મરંમતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

    એક સાંધેને તેર તુટે જેવી સ્થિતિના કામો હાલ સરકારી તંત્રોમાં થઇ રહ્યા હોય તેવી સ્થિતિ છે. ટપ્પર ડેમમાં નર્મદાનું પાણી ભરવા માટે થઇ રહેલી કામગીરીની સાથે સાથે તંત્રની નબળાઇ પણ એક યા બીજા કારણોસર બહાર આવી રહી છે. બે દિવસ પાણી ભરાયા પછી કેનાલના ફ્લોરીંગમાં ગાબડા પડતાં દોડધામ મચી ગઇ હતી. સરકારી બાબુઓ દ્વારા નર્મદા નીરથી પેટા કેનાલ મારફતે ટપ્પરમાં પાણી ભરવાની કામગીરી ચાલતી હતી તે વેળા આ ઘટના બની હતી. હજારો લીટર પાણીનો બગાડ થયા પછી મરંમત કરવામાં આવી હતી.

    અધિકારીઓ સ્થળ પર દોડી ગયા

    નબળી કામગીરી કરનારા સામે પગલા કેમ નહીં?

    નર્મદાની કેનાલના કામો હંમેશા ચર્ચાના એરણે ચડેલા છે. અગાઉ જે તે સમયે પણ કરવામાં આવેલા કેનાલના કામોમાં નબળાઇ છતી થઇ હતી. આ અંગે ફરિયાદો ઉઠ્યા પછી પણ જોઇએ તેવા પગલા ભરવામાં આવ્યા ન હતા. કેનાલ બનાવવામાં વિલંબથી માંડીને નબળી કામગીરીને લીધે તંત્રને વગોવાણાનો સામનો કરવો પડ્યો હતો. ભચાઉમાં મોટા ઉપાડે નેતાઓની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમ પછી કેનાલમાં ગાબડુ બન્યાની ઘટનાથી તંત્રની ભ્રષ્ટનીતિ બહાર આવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending