• Home
  • Gujarat
  • Bhuj
  • Bhachu
  • સામખિયાળી નજીક છકડો રિક્ષા પલટી મારતાં 1 મોત : 4 ઘાયલ

સામખિયાળી નજીક છકડો રિક્ષા પલટી મારતાં 1 મોત : 4 ઘાયલ

DivyaBhaskar News Network

Mar 18, 2018, 03:40 AM IST
સામખિયાળી નજીક છકડો રિક્ષા પલટી મારતાં 1 મોત : 4 ઘાયલ
ભચાઉ તાલુકાના સામખીયાળીથી 2 કિલોમીટર દુર લલીયાણા જતા માર્ગ પર છકડો રિક્ષા પલટી ખાઇ જતાં તેમાં સવાર 58 વર્ષીય આધેડનું ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું,તો અન્ય ચાર મહિલા પેસેન્જરોને નાની મોટી ઇજાઓ થતાં તેમને લાકડિયા હોસ્પીટલ ખસેડાયા હતા.

આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ,શનીવારે સવારે પોણા નવ વાગ્યાના આરસામાં સામખિયાળીથી બે કિલોમીટર દુર લલીયાણા તરફ જતા માર્ગ પર છકડો રિક્ષાના ચાલકે કાબુ ગુમાવતાં છકડો પલટી ખાઇ ગયો હતો જેમાં લલીયાણાના 58 વર્ષીય મનજીભાઇ ભચુભાઇ પ્રજાપતિને ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું,તો છકડામાં સવાર પગીવાંઢના રાધાબેન તમાચી કોલી,પેથાપરના ધર્મિષ્ઠાબેન રામાભાઇ કોલી,બીનાબેન મોહનભાઇ કોલી તેમજ લલીયાણાના ધમીબેન જશાભાઇ કોલી એમ ચાર મહિલાઓને નાની મોટી ઇજાઓ થતાં તેમને 108 મારફત લાકડીયા હોસ્પીટલ ખસેડાયા હતા.આ પ્રવાસીઓ લલીયાણાથી સામખિયાળી જઇ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.અકસ્માત બાદ છકડા ચાલક નાસી ગયો હતો.સામખિયાળી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

X
સામખિયાળી નજીક છકડો રિક્ષા પલટી મારતાં 1 મોત : 4 ઘાયલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી