• Gujarati News
  • National
  • ચેક બાઉન્સના બે કેસમાં આરોપીને 1 1 વર્ષની કેદ

ચેક બાઉન્સના બે કેસમાં આરોપીને 1-1 વર્ષની કેદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉ કોર્ટનો ચૂકાદો

ભચાઉકોર્ટમાં બે ચેક બાઉન્સના કેસ ચાલી જતા તેના એકજ રહેલા આરોપીને બંન્ને કેસમાં એક- એક વર્ષેની સાદી જેલ અને રકમ જમા કરાવવાની સજા કરી હતી. જો તે જમા કરે તો વધુ ત્રણ મહિનાની જેલ ભોગવવાનો હુકમ કર્યો હતો.

વિગત અનુસાર મોમાયાભાઈ કરશનભાઈ છાંગા (રહે. કરમરિયા, તા. ભચાઉ) અને ગણૅશાભાઈ કરશન છાંગાને આરોપી મીતેષ પ્રવિણભાઈ ઠક્કરે વ્યવહાર સંદર્ભે અનુક્રમે 5 લાખ અને 2.85 લાખ નો ચેક આપ્યો હતો.જે બાઉન્સ જતા બંન્ને દ્વારા ફરિયાદ થતા અને તે કેસ

...અનુસંધાનપાના નં.13





ભચાઉનીકોર્ટમાં ચાલી જતા જ્યુ. મજી. ફસ્ટ ક્લાસના વી.એસ. પટેલ દ્વારા બંન્ને કેસમાં આરોપીને એક - એક વર્ષેની સાદી કેદ અને રકમ પરત કરવા અને જો તે વળતર ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ ત્રણ માસની સાદી કેદ ભોગવવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...