• Gujarati News
  • National
  • ભચાઉ પાસેથી શિકાર કરેલા હરણના માંસ સાથે બે ઝડપાયા

ભચાઉ પાસેથી શિકાર કરેલા હરણના માંસ સાથે બે ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉનાસર્વિસ રોડ પરથી બાતમીના આધારે બાઈક પર જઈ રહેલા બે શખ્સને રોકી તપાસ કરતાં એક પાસેથી અન્યના પરવાનાવાળી બંદૂક અને બીજા પાસેથી શિકાર કરી મોત નીપજાવેલા હરણનું માંસ પકડાયું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રાવણ મહિનો ચાલતો હોવાથી શાંતિ સુરક્ષા જળવાઈ રહે તે માટે ભચાઉ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરી શંકાસ્પદ ઈસમોની તપાસ અને વાહન ચેકિંગ કરાઈ રહ્યું હતું, જે દરમિયાન ભચાઉના બટિયા વિસ્તારમાં બાઈક પર જતા બે શંકાસ્પદ ઈસમોને રોકી અંગજડતી કરતા એકથી પાસેથી માંસ અને અન્ય પાસેથી બંદૂક મળી આવી હતી. બાઈક જીજે-03-એજી-2333 પર સવાર અસલમ જુસબ નારેજા (ઉ.વ.22)(રહે. હિંમતપુરા-ભચાઉ) અને ગેલા મેરામણ કોલી (ઉ.વ.52)(રહે.કોલિયાશેરી-ભચાઉ)ને તપાસતાં અસલમના કબજામાંથી ગેલા કોલીના પરવાનાવાળી બાર બોલ ડબલ બેરલવાળી 20 હજારની કિંમતની બંદૂક, ચાર જીવતા કાર્ટિસ, એક ફુટેલ કાર્ટિસ અને 30 હજારની

...અનુસંધાનપાના નં.13



બાઈકઅને બીજા શખ્સ ગેલા પાસેથી પ્લાસ્ટીકની થેલીમાં માંસ મળી આવ્યું હતું, જે આર.એફ.ઓ. દ્વારા ખાતરી કરી જેના શિકાર પર પ્રતિબંધ છે તે હરણની પ્રજાતિનું હોવાનું જણાવ્યું હતું, જેથી જંગલ વિસ્તારમાં પરવાનાવાળી બંદૂકથી હરણનો શિકાર કરવા અન્યને આપવા માટે આર્મ્સ એક્ટ હેઠળ તથા ગેરકાયદે શિકાર બદલ જંગલખાતા કાયદા મુજબ કાર્યવાહી કરવા 50 હજારના મુદ્દામાલ સાથે આર.એફ.ઓ. આર.એમ. આયરને સોંપ્યા હતા. કામગીરીમાં પીઆઈ બી.આર. પરમાર, પી.કે. ઝાલા, કીર્તિભાઈ ગેડિયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

બોક્સ:ભચાઉ આસપાસ શિકાર પ્રવૃત્તિ વધી

આંતરિક સૂત્રોના દાવા અનુસાર ભચાઉ આસપાસ શિકારી પ્રવૃત્તિ છેલ્લા કેટલાક સમયથી વધી ગઈ છે. તૂફાન ગાડી દ્વારા રાત્રિના સમયે બંદૂકથી નીલગાયનો શિકાર કરી હોટલોમાં વેચવામાં આવતી હોવાનું કહેવાય છે, તો આવી ગેરકાનૂની પ્રવૃત્તિને રોકવા પોલીસ સાથે વનવિભાગ પણ સક્રીય થાય તે જરૂરી છે. બનાવની જાણ થતાં વિહિપના કાર્યકરો પોલીસ સ્ટેશન દોડી ગયા હતા.

જે પરવાનાવાળી બંદૂકથી શિકાર કર્યો તે સાથીદાર પાસેથી જપ્ત કરાઈ : છાનબીન શરૂ

અન્ય સમાચારો પણ છે...