• Home
  • Gujarat
  • Bhuj
  • Bhachu
  • ભચાઉની મોર્ડન સ્કુલમાં ધો. 11ના અડધા છાત્રોએ અંગ્રેજીની પરીક્ષાનો બહિષ્કાર કર્યો

ભચાઉની મોર્ડન સ્કુલમાં ધો. 11ના અડધા છાત્રોએ અંગ્રેજીની પરીક્ષાનો બહિષ્કાર કર્યો

DivyaBhaskar News Network

Apr 07, 2018, 03:40 AM IST
ભચાઉની મોર્ડન સ્કુલમાં ધો. 11ના અડધા છાત્રોએ અંગ્રેજીની પરીક્ષાનો બહિષ્કાર કર્યો
ભચાઉમાં સરકાર સંચાલિત તાલુકાની એકમાત્ર મોડર્ન સ્કૂલમાં ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહના અડધા જેટલા વિદ્યાર્થીઓએ અંગ્રેજીની પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો. 31 પૈકીના 15 છાત્રોએ વર્ષ દરમિયાન અંગ્રેજી વિષયનો એકપણ ક્લાસ ન લેવાયો હોવાનો આક્ષેપ કરતાં પરીક્ષાથી દૂર રહ્યા હોવાનું જણાવ્યું હતું. સરકાર દ્વારા ઉજવાઇ રહેલા ગુણોત્સવના પ્રથમ દિવસે જ શુક્રવારે મોડર્ન હાઇસ્કૂલમાં પરીક્ષાનો બહિષ્કાર કરનારા છાત્રોને કારણ પૂછતાં અંગ્રેજી અને સંસ્કૃત વિષય શીખવાડાયો જ ન હોવાનું રોષ પૂર્વક જણાવ્યું હતું. કસોટીના સમયે હાજર 31 પૈકીના 15 વિદ્યાર્થીઓએ હાજરી પૂરાવીને પેપર ન લખવા સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. જો કે, આજે શનિવારે લેવાનારી ફિઝિક્સની પરીક્ષામાં ઉપસ્થિત રહેશે તેમ જણાવ્યું હતું. આ શાળામાં ધોરણ 6થી 12 સુધીનો અભ્યાસ કરાવાય છે જેમાં કુલ્લ 244 વિદ્યાર્થીઓ છે તેની સામે માત્ર પાંચ શિક્ષકો હોતાં વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડી રહેલી અવળી અસર બાબતે વાલીઓએ વારંવાર રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું હતું. આચાર્ય ડી. પી. ચાવડાનો સંપર્ક સાધતાં તેમણે છેલ્લા પાંચેક માસથી આ શાળાનો ચાર્જ હોવાનું કહ્યું હતું. તો વાલીઓની રજૂઆત બાબતે અજાણતા વ્યક્ત કરીને ઉમેર્યું હતું કે, શિક્ષકો દ્વારા બધું બરાબર ચાલી રહ્યું છે તેવું જણાવાય છે.

X
ભચાઉની મોર્ડન સ્કુલમાં ધો. 11ના અડધા છાત્રોએ અંગ્રેજીની પરીક્ષાનો બહિષ્કાર કર્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી