તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મેળામાં જુગારીઓની ધમાલ : પોલીસનું હવામાં ફાયરિંગ

મેળામાં જુગારીઓની ધમાલ : પોલીસનું હવામાં ફાયરિંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર. ભચાઉ/ગાંધીધામ

ભચાઉતાલુકાના છાડવારા ગામ પાસે આવેલા પઠાપીરની દરગાહ પર ભરાતા મેળામાં બુધવારે જુગારીઓ ટોળે વળીને રમતા હોવાની બાતમીના પગલે ધસી ગયેલી ભચાઉ પોલીસે જુગારીઓને જુગાર બંધ કરવાનું કહેવાયા બાદ પણ જુગારીઓએ મચક આપતાં ઉલટું પોલીસ સામે થવાની કોશિશ

થતાં પી.આઇ.એ સર્વિસ રિવોલ્વર

...અનુસંધાનપાનાનં.6

કાઢીલઇ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા.

છાડવારામાં પઠાપીરના મેળામાં મોટાપાયે જુગારીઓના અડ્ડા જામ્યા હોવાના સમાચારના પગલે ભચાઉ પોલીસ લગભગ 4 વાગ્યાની આસપાસ, પી.આઇ. વી.જે. ગઢવીની આગેવાની હેઠળ મેળામાં પહોંચી હતી. સ્ટાફ ઉતરે પહેલાં પી.આઇ. ગઢવી ઉતરીને અંદર ધસી ગયા હતા અને જુગાર ચાલતો હતો સ્થાને જઇ તેમણે જુગારીઓને બધું બંધ કરવા જણાવ્યું હતું, તેથી જુગારીઓ ભડક્યા હતા અને તેમણે ઉલટું પી.આઇ.ને ચાલ્યા જવાનો અથવા તો મજા નહીં આવે એવો પડકાર ફેંક્યો હતો. ચારેક શખ્સો ઉભા થઇ નજીક આવવા લાગતાં સ્ટાફથી દૂર પી.આઇ.એ પોતાની સર્વિસ રીવોલ્વર કાઢી લઇ, હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના પગલે મેળામાં નાસભાગ મચી ગઇ હતી અને લોકો ટપોટપ વિખેરાવા લાગ્યા હતા. ગોળીબારના પગલે આખો પોલીસ કાફલો ત્યાં ધસી આવતાં જુગારીઓ પણ બધું પડતું મુકીને નાસી ગયા હતા.બોક્સ:લોકો પોતાના વાહનો મૂકીને નાસી ગયા

જુગારનો આનંદ માણી રહેલા ટોળાબંધ લોકોએ પોલીસના ફાયરિંગને પગલે ભયવશ ત્યાંથી નાસી જવાનું પસંદ કર્યું હતું, ફાયરિંગના પગલે જુગારીઓ પોતાના વાહનો પણ ત્યાં મૂકીને ભાગી ગયા હતા. બાદમાં પોલીસે બે છકડામાં કુલ 6 બાઇક ચડાવી દીધી હતી અને ભચાઉ પોલીસ મથકમાં લાવી, મૂકી દેવામાં આવી હતી. હવે બાઇક છોડાવવા આવનારાઓને ગુનામાં ફિટ કરવામાં આવે તે સમજી શકાય છે.બનાવ સંબંધે પી.આઇ. વિષ્ણુદાન ગઢવીને પૂછવામાં આવતાં તેમણે પ્રથમ ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, 100થી 150 જેટલા જુગારીઓ મારા તરફ દોડીને આવતા હોવાથી મે તેમને ડરાવવા, મારા ખીસ્સામાં રહેલા બ્લેન્ક કાર્ટિજથી બે-ત્રણ ફાયરિંગ હવામાં કર્યા હતા, જેનાથી લોકો વિખેરાઇ ગયા હતા. પછી તેઓને ભચાઉમાં પૂછવામાં આવતાં તેમણે સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો કે, ગોળીબારની વાત ખોટી છે અને એવી કોઇ ઘટના બની નથી. આમ, પ્રથમ વારનું તેમનું કથન સાચું કે બીજીવારનું તે નક્કી થઇ શકે એમ નથી.

પીઆઇએ સ્વીકાર્યું અને પછી ઇન્કાર કર્યો

બનાવ સંબંધે તરેહ-તરેહની વાર્તાઓ વ્હોટ્સ-એપ મારફતે વહેતી થઇ હતી. એક મેસેજમાં તો તલાવર લઇને દોડી રહેલા એક પોલીસનો ફોટો પણ મુકી દેવાયો હતો અને લખાયું હતું કે, પી.આઇ.એ ખુલ્લી તલવાર લઇને જુગારીઓ તરફ દોડ્યા અને 3 ...અનુસંધાનપાનાનં.6જુગારીઓનેઉંધી તલવાર મારી દેતાં નાસભાગ મચી હતી. જોકે, પોલીસ સૂત્રોએ આવી કોઇ ઘટનાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો.

પી.આઇ. તલવાર લઇને દોડ્યાની ચકચાર

વિખરાયેલા મેળાના સ્થળે પોલીસ

છાડવારામાં પઠાપીરના મેળામાં ઘટી ઘટના : બે રાઉન્ડ ગોળીબારને પગલે નાસભાગ થતાં મેળો વિખેરાયો

અન્ય સમાચારો પણ છે...