• Gujarati News
  • National
  • ભચાઉમાં 9મા ધોરણના વર્ગો હાઉસફુલ! છાત્રો રખડી પડ્યા

ભચાઉમાં 9મા ધોરણના વર્ગો હાઉસફુલ! છાત્રો રખડી પડ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉશહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરની શાળાઓમાં 9મા ધોરણના વર્ગો વધારવા માટે ભચાઉ મામલતદારને આવેદનપત્ર પાઠવાયું છે. આવેદનમાં કરાયેલી રજૂઆત અનુસાર શહેર અને તાલુકામાં 9મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે. શહેરની મુખ્ય ત્રણ શાળામાં 9મા ધોરણના વર્ગોમાં સંખ્યા ફુલ્લ થઇ જતાં નવા પ્રવેશ અપાયો નથી. જેથી વાલીઓ સંતાનના ભાવિ ભણતર માટે સમસ્યા ઉભી થઇ ગઇ છે. સરકાર એકતરફ સર્વ શિક્ષા અભિયાન અને પ્રવેશોત્સવની મોટી વાતો કરતી હોય ત્યારે શહેરની સરકારી શાળાઓ-બોર્ડિંગોમાં ધો. 9ના કક્ષ વહેલી તકે વધારવામાં આવે જેથી વાલીઓને પડતી અગવડ દૂર થાય.

મામલતદારને આવેદન આપી રહેલા કોંગ્રેસી અગ્રણીઓ.

અન્ય સમાચારો પણ છે...