તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પોરબંદર ભુજની ચાલુ બસે પડાણા પાસે યુવતીનો કૂદકો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર-ભુજની ચાલુ બસે પડાણા પાસે યુવતીનો કૂદકો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરથીઉપડીને ભુજ જવા સોમવારે બપોરે નીકળેલી એસ.ટી. બસ મોડી રાત્રે ગાંધીધામ તાલુકાના પડાણા પાસે પહોંચતાં ચાલુ બસે એક યુવતીએ છલાંગ લગાવી દેતાં ડખો થઇ પડ્યો હતો. બનાવ સબંધે બસ પર સ્થાનિક લોકોએ પથ્થરમારો પણ કર્યો હોવાનો મેસેજ વાયરલ થયો હતો. યુવતી ભચાઉ ખાતે પરીક્ષા આપીને પરત ફરી રહી હતી, ત્યારે બસ રોકાતા કૂદકો માર્યો હોવાની વાત પણ વહેતી થઇ હતી.

પડાણા પાસે પહોંચેલી પોરબંદર-ભુજ એસટીમાંથી નિશા ખત્રી નામની યુવતીએ કદાચ ગામડા પાસે બસ ઉભી રહે એવા ભયના કારણે ચાલુ બસે છલાંગ લગાવી દીધી હતી, પરંતુ બસ ધીમી ગતિએ આગળ વધતી હોવાથી તેને મામૂલી ઇજાઓ થઇ હતી.

બાદમાં જોકે, વિવાદ થયો હતો અને સ્થાનિક ગામલોકોએ બસ પર પથ્થરમારો કર્યો હોવાના સમાચાર વહેતા થયા હતા તો અંદર બેઠેલા પેસેન્જરોએ પણ બસમાં તોડફોડ કરી નાખી હોવાના મેસેજો ફરતા થયા હતા. બનાવને પગલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસની બે વાન ઘટનાસ્થળે ધસી ગઇ હતી.

સંલગ્ન પોલીસ મથકના પી.એસ.ઓ. તુલસીભાઇએ જણાવ્યું હતું કે, લોકોનું ટોળું એકઠું થયું હતું, પણ પથ્થરમારો કે તોફડોફનો કોઇ બનાવ બન્યો નહોતો અને માત્ર બસને અટકાવીને ટોળાએ શાંતિપૂર્વક વિરોધ નોંધાવ્યો હતો.

લોકોની રજૂઆત બાદ પોલીસે સ્થિતિ થાળે પાડી મોડેથી બસને ભુજ તરફ રવાની કરવાની પ્રક્રિયા હાથ ધરી હોવાનું જણાવાયું હતું.

બસ ઉભી નહીં રહે તેવા ભયના કારણે બસ ધીમી થતાં પગલું ભર્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો