તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલિટીકલ રિપોર્ટર. ભુજ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોલિટીકલ રિપોર્ટર. ભુજ

વિધાનસભાસુધી કચ્છને નર્મદાના એક મિલિયન એકર ફીટ માટેના પાણીની ચર્ચાઓ થઇ છે અને તબક્કાવાર સમસ્યા માટે ભાજપ સરકાર ચિંતિત છે, તેવા મંત્રીઓ સહિતના લોક પ્રતિનિધિઅો સહિતના નિવેદનો માત્ર નિવેદનબાજી બની રહેતી હોવાનું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે. પીવાના પાણી માટે ટપ્પર ડેમમાં નર્મદાના નીર ભરવાના છે અને તેના વાટે માંડવી સુધી પાણી પહોંચાડવાનું છે, ત્યારે ખાટલે મોટી ખોડ છે કે નર્મદા કેનાલના ભચાઉ પછીના કિલોમીટર સાંકળ નંબર 214થી 500 મીટર સુધીની હેડ રેગ્યુલેટરથી ફીડર કેનાલનું કામ આજ દિવસ સુધી શરૂ થયું નથી માત્ર ટેન્ડરીકરણ અને વર્ક ઓર્ડર અપાયા છે અને જમીન પરની વાસ્તવિકતા શૂન્ય છે. એટલે નર્મદાના નીરથી મેના અંત સુધીમાં પાણી ભરાવાની વાત કેટલે અંશે ખરી ઉતરશે તે તો સમય કહેશે.

કચ્છમાં રાજકારણ માટે નર્મદા જાણે શ્રેષ્ઠ મુદ્દો હોય તેમ તેનો ઉપયોગ લોકપ્રતિનિધિઓ દ્વારા થઇ રહ્યો છે. તાજેતરમાં વિધાનસભામાં પાણી મંત્રી નાનુભાઇ વાનાણીઅે કચ્છને નર્મદાની સાત લિંકથી જોડાશે તેમ જણાવ્યું છે અને 247 કરોડ ખર્ચવાની વાત કરાઇ છે. નર્મદાના નીર મળવાં અે કચ્છ માટે સૌભાગ્યની વાત માનવામાં આવતી રહી છે, પણ જ્યારે ધારાસભાની 2017ની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે તે મુદ્દે એકેય નિવેદન બાકી રહે તેનું ધ્યાન રાજકારણીઓ છેલ્લા એક વર્ષથી રાખી રહ્યા છે. ભચાઉ પાસેની 214 નંબરના હેડ રેગ્યુલેટરથી ટપ્પર ડેમ સુધીનો 500 મીટરની કેનાલ બન્યા બાદ પાણી પહોંચશે. પહેલાં રાજ્યના પાણી મંત્રી બોખીરિયા, પૂર્વ મંત્રી તારાચંદભાઇ છેડા, મુખ્યમંત્રીના સંસદીય સચિવ વાસણભાઇ આહિર તેમજ પાણી પુરવઠાની ગાંધીનગર સહિતની બેઠકોમાં મોનિટરિંગ કરવાથી માંડીને માર્ચથી જૂન-2017 સુધીમાં પાણી પહોંચશે તેવા નિવેદનો તબક્કાવાર અપાયા છે. જો ભચાઉથી ટપ્પર તરફ પાણી વહેવડાવવાનું કામ શરૂ થયું હોય તો મે મહિનામાં કેમ ડેમ ભરાશે એક પ્રશ્ન છે.

માહિતગારોના કહેવા મુજબ પાણી ભરવાના વાયદાઓને દોઢ માસ બાકી ગણાય છે, ત્યારે હજુ માંડ ટેન્ડરીકરણ શરૂ થયું છે અને વર્કઓર્ડર આપવામાં આવ્યા હોવાનું મનાય છે. સરવાળે નર્મદાની કેનાલમાં જમીનમાં પાણી વહેવડાવવા હજુ જમીન ખોદવાનું કામ પણ શરૂ થયું નથી. દરમિયાન, કચ્છ સિંચાઇ વર્તુળના અધિક્ષક કોટવાલનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, એક અઠવાડિયામાં કામ શરૂ થશે અને મે માસમાં પાણી ભરવા પહેલાં જરૂરી ટુકડાનું કામ પૂરું કરી નાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો