તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • SSCમાં નાગાવલાડિયા અને વાંઢિયાનો HSCમાં બિદડાનો છાત્ર કોપી કરતાં પકડાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SSCમાં નાગાવલાડિયા અને વાંઢિયાનો HSCમાં બિદડાનો છાત્ર કોપી કરતાં પકડાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે લેવાયેલી પરીક્ષાઓમાં કોપીના 3 કેસ નોંધાયા હતા, જેમાં એસએસસીમાં નાગાવલાડિયા અને વાઢિયાનો એક એક કેસ છે, જ્યારે એચએસસીમાં બિદડાનો એક કેસ બહાર આવ્યો છે.

ચાણક્ય એકેડેમીમાંં બિદડાથી એચએસસીનો ફોર્મ ભરનારા મુકેશસિંહ મહિપતસિંહ જાડેજા અર્થશાસ્ત્રની પરીક્ષામાં કોપી કરતા પકડાઇ ગયા હતા, જ્યારે આદિપુરમાં અંજારના નાગાવલાડિયાના સોલંકી અનિલ ભૂપતભાઇ અને સામખિયાળી પં. પ્રા.શાળામાં ભચાઉના વાઢિયાના હાલા નદીમ અબીબને એસએસસીના ગણિતની પરીક્ષામાં કોપી કરતા ઝડપી લેવાયા હતા. જિલ્લા શિક્ષણાધિકારી ડો. એમ.એસ. આચાર્યની કચેરીએથી મળતી વિગતો મુજબ સોમવારે એચએસસીના સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રની પરીક્ષા લેવાઇ હતી, જેમાં ભુજ ઝોનમાંથી 139 અને ગાંધીધામમાંથી 142 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. વિજ્ઞાન પ્રવાહમાં ગણિતની પરીક્ષા લેવાઇ હતી, જેમાં ભુજ ઝોનમાંથી 25 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો