Home » Gujarat » Bhuj » Bhachu » બારની ચુંટણીમાં પૂર્વ કચ્છના મતદાતાઓને પડી મુશ્કેલી

બારની ચુંટણીમાં પૂર્વ કચ્છના મતદાતાઓને પડી મુશ્કેલી

Divyabhaskar.com | Updated - Mar 29, 2018, 03:40 AM

બુધવારે યોજયાયેલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચુંટણીની મત પ્રક્રિયામાં પૂર્વ કચ્છના ભચાઉ ચંટણી મથકે વિવિધ હોદેદારો...

  • બારની ચુંટણીમાં પૂર્વ કચ્છના મતદાતાઓને પડી મુશ્કેલી
    બુધવારે યોજયાયેલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચુંટણીની મત પ્રક્રિયામાં પૂર્વ કચ્છના ભચાઉ ચંટણી મથકે વિવિધ હોદેદારો દ્વારા ચંટણી પ્રક્રિયામાં ખામી રહી જતાં ભચાઉ બારના સભ્યોને છેક ભુજમાં મતદાન કરવા ધક્કો પડ્યો હતો.

    પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા તમામ પ્રકારની પૂર્વ તૈયારી સ્વરૂપે દરેક બાર એસોસીએશનને સામગ્રી પુરી પાડવામાં આવી હોવા છતાં ભચાઉ ચુંટણી મથકે વિવિધ ખામીઓ રહી ગઇ હોવાના અહેવાલ મળી રહયા છે. જેમાં ભચાઉ બારના સભ્યોમાં નરેન્દ્રસિંહ જાડેજાનું નામ મતદાર યાદીમાં હોવાનું અને મત માટેનો મેસેજ આવ્યો હોવા છતાં તેમનું મતદાર યાદીમાં નામ કમી કરાયું હોવાનું જણાતા તેઓ મતદાનથી વંચિત રહયા હતા. તો ભચાઉના આઠથી દશ સભ્યો જે પૈકી હરેશ કાંઠેચા, રમેશ પરમાર, જેઠાલાલ ચાૈહાણ, તાહીર ખત્રી, તેમજ અન્ય સભ્યોને વોટીંગ માટે છેક ભુજ સુધી ધક્કો પડ્યો હતો.

    ભચાઉ બાર મધ્ય હાલ હોદેદારો દ્રારા કોઇ પણ મીટીંગ કે યાદી પ્રસિધ્ધ કરવા અંગે તેમજ ચુંટણી લક્ષી કાર્યવાહી કરવા આવેલ ન હોવાનો આક્ષેપ કરાયો હતો. તો આ બાબતે ચુંટણી અધિકારીને પુછવામાં આવતા તેમણે પણ મોન સેવ્યું હોવાથી વોટીંગથી વંચિત રહેતા સભ્યો દ્રારા લેખિત અરજી કરવામાં આવેલ હતી. તેમ છતાં વોટીંગનો અધિકાર મળ્યો ન હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ