• Home
  • Gujarat
  • Bhuj
  • Bhachu
  • ભચાઉના નિ:શુલ્ક નેત્રનિદાન કેમ્પમાં 35 સર્જરી કરી અપાઇ

ભચાઉના નિ:શુલ્ક નેત્રનિદાન કેમ્પમાં 35 સર્જરી કરી અપાઇ

ભચાઉ લોહાણા મહાજન દ્વારા સમાજવાડી ખાતે દર મહિનાની 27મીએ નિ:શુલ્ક નેત્રનિદાન કેમ્પ યોજાય છે તે અંતર્ગત દાતા પરિવાર...

DivyaBhaskar News Network | Updated - Mar 29, 2018, 03:40 AM
ભચાઉના નિ:શુલ્ક નેત્રનિદાન કેમ્પમાં 35 સર્જરી કરી અપાઇ
ભચાઉ લોહાણા મહાજન દ્વારા સમાજવાડી ખાતે દર મહિનાની 27મીએ નિ:શુલ્ક નેત્રનિદાન કેમ્પ યોજાય છે તે અંતર્ગત દાતા પરિવાર સ્વ. હરિબા રણજીતસિંહ ભુરાજી જાડેજાના આર્થિક સહયોગથી કેમ્પ યોજાયો હતો.

દાતા પરિવારના વનરાજસિંહ, કિરતસિંહ, જયરાજસિંહ, ભરતસિંહ જાડેજા અને મહાનુભાવોએ દીપ પ્રાગટ્યથી ખુલ્લા મૂકેલા કેમ્પમાં 154 જેટલા લોકોની ચકાસણી કરી દવાઓ અપાઇ હતી. 35 જેટલા જરૂરતમંદ દર્દીઓને રાજકોટની રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલમાં સર્જરી કરાવી અપાઇ હતી. આ પ્રસંગે ભચાઉ લોહાણા મહાજનના પ્રમુખ ભરત ઠક્કર, છગન ઠક્કર, અશ્વિન ઠક્કર, જીતેન્દ્ર ઠક્કર સહિતના અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ યુવક મંડળ અને મહિલા મંડળના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. વધુ માહિતી માટે 98250 91532 પર સંપર્ક કરવો.

X
ભચાઉના નિ:શુલ્ક નેત્રનિદાન કેમ્પમાં 35 સર્જરી કરી અપાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App