• Gujarati News
  • National
  • ભચાઉમાં અંતે શાળાની ભયજનક બિલ્ડિંગ જમીનદોસ્ત કરાઇ

ભચાઉમાં અંતે શાળાની ભયજનક બિલ્ડિંગ જમીનદોસ્ત કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉમાં તાલુકા પંચાયત પાસે આવેલી શાળા નં. 4ની ભયજનક બિલ્ડિંગ ગમે ત્યારે ધ્વસ્ત થશે તેવી વાલીઓએ વારંવાર કરેલી રજૂઆતના પગલે અંતે તંત્ર જાગ્યું હતું અને બિલ્ડિંગને જમીનદોસ્ત કરાઇ હતી.

325 જેટલા વિદ્યાર્થીઓ સાથેની આ શાળાનું મકાન જર્જરિત હાલતમાં હોતાં ચિંતિત વાલીઓએ શિક્ષણ વિભાગને અનેકવાર ઢંઢોળીને દુર્ઘટના સર્જાવાની ભીતિ દર્શાવી હતી. દરમિયાન સંબંધિત તંત્રે અંતે આ રજૂઆતોને ધ્યાને લઇને બિલ્ડિંગ તોડી પાડતાં લોકોને હાશકારો થયો હતો. હંગામી વ્યવસ્થાના ભાગ રૂપે શાળાને નજીકમાં ખસેડવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...