• Gujarati News
  • National
  • મેઘપર (બો)માં છોકરી વેચવાના કેસમાં મહિલા દલાલની ધરપકડ

મેઘપર (બો)માં છોકરી વેચવાના કેસમાં મહિલા દલાલની ધરપકડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારતાલુકાના મેઘપર (બોરીચી) ગામે અન્ય રાજ્યોમાંથી ગરીબ છોકરીઓને લાવીને લગ્ન ઇચ્છુક યુવકોને વેચવાના ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો અને બે દલાલ તથા યુવતી ખરીદનારા પિતા-પુત્ર સહિત ચાર વ્યક્તિને ઝડપી લેવામાં આવી હતી, જેને ચાર દિવસના રિમાન્ડ પર લેવાઇ હતી, જેણે છોકરીઓ ઉઠાવી લેનારી ગેંગની મહિલા દલાલ ટ્રેન મારફતે આવતી હોવાની કબૂલાત આપતાં પોલીસે વોચ ગોઠવી હતી અને મહિલા ટ્રેનમાંથી ઉતરતાં તેને દબોચી લીધી હતી.

છોકરીઓ વેચવાના ગોરખધંધામાં કરીમ જુસબ ખલીફા, દેવા મૂળજી પ્રજાપતિ, રમેશ દેવા પ્રજાપતિ અને દશરથ જેહાભાઇ પ્રજાપતિને પકડી પાડ્યા હતા, જેમાં કરીમ અને દેવા ભેગા મળીને છોકરીને વેચવાના હતા, જ્યારે રમેશ સાથે પરણાવવાની હોવાથી પિતા-પુત્ર પણ તેને ખરીદવા આવ્યા હતા. સમયે પોલીસે દરોડો પાડી પકડી પાડ્યા હતા. રિમાન્ડ દરમિયાન ચાર પૈકીના મુખ્ય સૂત્રધાર કરીમ ખલીફાએ બિહારની સાહેલા ખાતુન વહીજનાતા (37) પરપ્રાંતમાંથી છોકરીઓનું અપહરણ કરીને તેમને વેચતી હતી અને રવિવારે મહિલા દલાલ મેઘપર (બોરીચી) પોતાના ઘરે આવવાની છે, જેથી પોલીસે ગુપ્તરાહે વોચ ગોઠવી હતી અને સવારે મહિલા ટ્રેનમાંથી ઉતરીને કરીમના ઘરે પહોંચી તેની સાથે પોલીસે તેને ઉઠાવી લીધી હતી, જેની સાથે અન્ય બે યુવતી પણ હતી. જોકે, બન્ને પરિણીત હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી, તેમ છતાં પોલીસે બન્નેને ભુજ નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યા હતા, જ્યારે મહિલાની ધરપકડ કરી હતી.

સાથે મહિલા દલાલે એક છોકરી ભચાઉમાં વેચ્યાની પણ વાત બહાર આવી હતી. જોકે, તપાસનીશ અધિકારીએ આવું કંઇ નથી, તેની પૂછપરછ કરતાં મહિલા દલાલે વેચવાની હતી, પરંતુ છોકરી અજમેરથી ચાલી ગઇ હતી.

ટ્રેન મારફતે મહિલા આવતી હોવાની કબૂલાત આપી હતી

અન્ય સમાચારો પણ છે...