• Gujarati News
  • લાખોંદ ટોલ ચુકવવા બાબતે શરૂઆતથી વિવાદોમાં ઘેરાયેલા લાખોંદ ટોલ પ્લાઝા

લાખોંદ ટોલ ચુકવવા બાબતે શરૂઆતથી વિવાદોમાં ઘેરાયેલા લાખોંદ ટોલ પ્લાઝા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાખોંદ ટોલ ચુકવવા બાબતે શરૂઆતથી વિવાદોમાં ઘેરાયેલા લાખોંદ ટોલ પ્લાઝા પર મંગળવારે મોડી રાત્રે ટ્રકચાલકે કર્મચારીને અડફેટે લેતા તે ઘવાયો હતો.ટોલ પ્લાઝાના સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ભુજ થી ભચાઉ તરફ જઈ રહેલ ટ્રકે ટોલ બચાવવા પુરઝડપે ભચાઉ તરફ જતા લેનની જગ્યા ભુજ તરફ આવતા લેનમાં ટ્રક ઘુસાડી કાઢવા પ્રયત્ન કર્યો હતો.આ ટ્રકને રોકવા જતા ટોલનાકા કર્મચારી દિનેશ રાઠવી ટ્રક હડફેટે ઘવાયા હતા.પગ,હાથ અને કમરના ભાગ સહિતની ઈજાઓ થતા ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે ભુજ હોસ્પિટલ ખસેડાયા હતા.

લાખોંદ ટોલ પાસે ટ્રકે એકને અડફેટે લીધો