તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચીરઇ પાસે ઓવરટેકમાં ટ્રેઇલરની ટેક્ષીને ટક્કર લાગતાં ચાલકનું મોત

ચીરઇ પાસે ઓવરટેકમાં ટ્રેઇલરની ટેક્ષીને ટક્કર લાગતાં ચાલકનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર. ભચાઉ, ગાંધીધામ

અંજારમાંરહેતાં દલાલ પરિવારના માતા-પુત્રી ટેક્ષી ભાડે કરી અંબાજી દર્શનાર્થે ગયા હતા, જ્યાંથી દર્શન કરી પરત અંજાર આવી રહ્યા હતા, ત્યારે મંગળવારે ટેક્ષી ચીરઇ પરના બ્રિજ પાસેથી પસાર થતી હતી, તે વેળાએ ઓવરટેક કરતાં ટ્રેઇલરના ચાલકે ટેક્ષીને ટક્કર મારી દીધી હતી, જેમાં ચાલકનું ગંભીર ઇજાઓ થવાથી સારવાર મળે તે પૂર્વે મોત નીપજ્યું હતું, તો અંદર બેઠેલા ત્રણેય માતા-પુત્રીને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચતાં હોસ્પિટલ ખસેડાયા હતા.

અંજારમાં રહેતા મૃદુલાબેન મનસુખલાલ દલાલ (65) તેની બે પુત્રી પ્રિયાબેન (30) અને ઉર્વિબેનને સાથે લઇ અંજારથી ઇન્ડિકા ટેક્ષી ભાડે લઇ ત્રણ-ચાર દિવસ પૂર્વે માઉન્ટ આબુ ગયા હતા, જ્યાંથી સોમવારે પરિવાર સાથે અંબાજી દર્શનાર્થે ગયા હતા. માતાજીને શિશ ઝૂકાવી પરત અંજાર આવવા નીકળ્યા હતા, ત્યારે સવારે 11:30 વાગ્યાના અરસામાં જીજે 12 એવાય 4401 નંબરની ટેક્ષી ચીરઇ ઓવરબ્રિજ પાસેથી પસાર થઇ રહી હતી, તે વેળાએ ઓવરટેક કરતા ટ્રેઇલરના ચાલકે કારને સાઇડમાં દબાવી દીધી હતી. ટેક્ષીચાલક ભાવેન કાંતિલાલ રૂપારેલ (25, રહે. અંજાર)ને ગંભીર ઇજાઓ થવાથી ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે માતા-પુત્રીને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે અજાણ્યા ટ્રેઇલરચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માત ગ્રસ્ત કાર નજરે પડે છે.

હતભાગી

અન્ય સમાચારો પણ છે...