• Gujarati News
  • National
  • સામખિયાળી પાસે ઓવરલોડ ટ્રકે બાઇકને અડફેટે લેતાં વેપારીનું મોત

સામખિયાળી પાસે ઓવરલોડ ટ્રકે બાઇકને અડફેટે લેતાં વેપારીનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામખિયાળીટોલ નાકા પાસે ઇટી કંપનીમાંથી ઓવરલોડ માલ ભરીને રોંગસાઇડમાં નીકળેલી ટ્રકના ચાલકે સામેથી આવતી ડબલ સવારી બાઇક સાથે અકસ્માત સર્જ્યો હતો, જેમાં બાઇકચાલક યુવા વેપારીને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા યુવકને ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બન્ને મિત્ર દુકાનની ખરીદી માટે સામખિયાળીથી ભચાઉ જઇ રહ્યા હતા, ત્યારે ગોઝારી ઘટના

...અનુસંધાનપાના નં. 6

બનીહતી. ઘટનાની મળતી વિગતો મુજબ સામખિયાળી પાસે આવેલી ઇટી કંપનીમાંથી 32 ટન માલ ભરીને નીકળેલી ટ્રક નં. જીજે 1 એવાય 8499ના ચાલકે સામખિયાળી બાજુ રોંગ સાઇડમાં પોતાનું વાહન મારી મૂક્યું હતું. ત્યારે સામખિયાળીથી ભચાઉ દુકાનના માલ ખરીદી માટે આવતા ડબલ સવારી બાઇક સાથે અકસ્માત સર્જ્યો હતો. ટ્રકની ટક્કરના પગલે ચાલક અમરા મેગા ડુંગરિયા (ઉ.વ.35)ને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી સ્થળ પર પ્રાણ ત્યજી દીધા હતા, તો પાછળ બેઠેલા રામજી હરિજન (ઉ.વ.19) ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે ઓવરલોડ માલ આપતી કંપની સામે ગુનો નોંધીને કાર્યવાહી કરવા મૃતકના પરિવારજનોએ માંગ કરી હતી.



ગમખ્વાર અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકો એકઠા થઇ ગયા હતા.

આડેધડ પાર્કિંગ પણ જવાબદાર

સામખિયાળીથીછેકગાંધીધામ સુધી હાઇવે પર ટ્રક-ટ્રેઇલર માલિકો દ્વારા આડેધડ વાહન પાર્ક કરી દેવામાં આવે છે, ત્યારે મોટાભાગના અકસ્માત થવા પાછળ આડેધડ પાર્કિંગ પણ જવાબદાર છે, ત્યારે પોલીસ હપ્તાખોરીને નેવે મૂકી દઇને નિયમોનો ભંગ કરતી ટ્રકોને ડિટેઇન કરે તે જરૂરી છે.

L&T કંપનીએ અનેકના જીવ લીધા

સામખિયાળીથીગાંધીધામસિક્સલેન રોડના પ્રોજેક્ટની કોન્ટ્રાક્ટર કંપની એલ. એન્ડ ટી.ના કારણે અનેક લોકોના જીવ ગયા છે કે મંદ ગતિથી ચાલતું કામ અને આડેધડ રોડ બંધ કરી ખાડા ખોદી દેવાના કારણે અનેક અકસ્માત થયા, તેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...