• Gujarati News
  • National
  • ભચાઉમાં મધ્યાહન ભોજનના કાર્યકરોને તાલીમ અપાઇ

ભચાઉમાં મધ્યાહન ભોજનના કાર્યકરોને તાલીમ અપાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉતાલુકામાં બસોએક મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર કાર્યરત છે. ભચાઉ મામલતદાર કચેરી ખાતે આજે MDM નાયબ કલેક્ટર શીતલબેન પટેલે સંચાલકોને તાલીમ આપી હતી અને સ્વચ્છતાથી લઇને હિસાબો, દફ્તર નિભાવવવા, રસોઇની ગુણવત્તા જાળવવા, સરગવા જેવા વૃક્ષોને શાળામાં વાવી ઢોકળી જેવી વાનગીએનો ઉપયોગ કરવા સહિત તાલીમ આપી હતી. ઇ.સ. 1984થી કાર્યરત યોજનાના પાયાના પથ્થર તરીકે સંચાલકોને ગણાવી ભ્રષ્ટાચારથી દૂર રહી સ્વચ્છ વહીવટ આપી બાળકો ઇશ્વરના દૂત છે, યાદ રાખવા જણાવ્યું હતું. પ્રસંગે MDM નાયબ મામલતદાર સી.કે. ઠાકોર, સુપરવાઇઝર આરતીબેન સહિતનાએ સંચાલકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઇશ્વરલાલ જોષીએ આભારવિધિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...