• Gujarati News
  • ભચાઉનગર સેવા સદન દ્વારા શહેરને વધુને વધુ સુંદર અને

ભચાઉનગર સેવા સદન દ્વારા શહેરને વધુને વધુ સુંદર અને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉનગર સેવા સદન દ્વારા શહેરને વધુને વધુ સુંદર અને રળિયામણુ બનાવવાના કામો આગળ વધી રહ્યાં છે. લોકોની સુખાકારીમાં વધારો થાય તેવાં કામો આગળ વધારી રહ્યાં છે, જેમાં આજે ભચાઉ પાલિકા દ્વારા બાકી રહી ગયેલાં ગટરના કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.
ભચાઉ વોર્ડ નં. 8 અંબિકાનગરમાં અાજે પાલિકા પ્રમુખ અશોકસિંહ ઝાલા અને ભાડાના ચેરમેન વિકાસભાઇ રાજગોરના હસ્તે ગટર લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું. ખાતમુહૂર્ત પ્રસંગે ભચાઉ સી.ઓ. એસ.યુ. થૈમ, કારોબારી ચેરમેન જીલુભા જાડેજા, વાઘજીભાઇ છાંગા, મહેશ સાતુંદા, પ્રભુભાઇ ઠક્કર તેમજ નગરસેવકો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ભચાઉ નગરપાલિકા દ્વારા શહેરના બાકી રહી ગયેલા વિસ્તારો અંબિકાનગર, સિતારામપુર, નવી ભચાઉ, હિંમતપુરા, આણંદપુર, રેલવે સ્ટેશન વિસ્તાર, જૂના રેલવે સ્ટેશન વિસ્તાર, લાયન્સનગર, પીજીવીસીએલ વિસ્તાર વગેરે જે-જે વિસ્તાર ગટરના કામો બાકી રહેલાં છે, ત્યાં ગટરના કામો પૂરાં કરવામાં આવશે. જેથી ભચાઉ શહેરમાં થતી ગટરને લગતી સમસ્યાઓમાંથી નિવારણ આવશે.
કાર્યક્રમનું સંચાલન અશ્વિનભાઇ ઠક્કરે કર્યું હતું. ખાતમુહૂર્તની શાસ્ત્રોક્તવિધિ નરેન્દ્રભાઇ શાસ્ત્રીએ કરાવી હતી.
{ વિવિધ વિસ્તારોમાં ગટરલાઇન અને 4 પમ્પિંગ સ્ટેશન નવાં બનાવાશે
ભચાઉમાં ગટરના કામો
10.46 લાખના ખર્ચે પૂર્ણ થશે