• Gujarati News
  • પાણી વિના ગણેશપર પંથકમાં હિજરત

પાણી વિના ગણેશપર પંથકમાં હિજરત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉતાલુકાના ખડીરના બે ગામની હાલત ઓછા વરસાદને કારણે ભારે કફોડી થઇ હોવાનું જાણવા મળ્યું છે. ગણેશપર-બાંભણકા સાવ રણકાંધીના ગામો છે અને ભૂર્ગભજળ ખારા હોતા સાંપ્રત ચોમાસાની સીઝને ઓછું નહીં બલકે ટપક સિંચાઇની જેમ જમીન ભીની રહે તેટલું પાણી વરસાવતાં હાલત ભારે કફોડી બની છે. બાંભણકાથી ભાવજી મહારાજે જણાવ્યું હતું કે, ગામના તળાવમાં બાખોચિયામાં પાણી રહ્યું છે અને ભેંસો જ્યારે પાણી પીવા જાય ત્યારે પ્રથમ ટોળું તો સહેજેય પાણી પીસે પણ બીજા ટોળાંને તો માત્ર માટી મિશ્રિત રગડો જોવા નસીબ થાય. કારણ કે, ભેંસ જાનવર પાણીની અંદર પ્રવેશવાની જન્મજાત આદતવાળું છે. પ્રથમ ટોળું તળાવના બાખોચિયાને પણ ડહોળીને કાદવીયું કરી નાખતું કોઇ બીજા ટોળાંને તરશે મરવું રહ્યું ! સીમાડામાં ક્યાંય અન્યત્ર પાણી નથી. પશુઓ ભૂખના દુ:ખને તો થોડા દિવસો ખેંચી કાઢે પણ પાણી પીવાના દુ:ખે મરવા સિવાય ઉપાય નથી રહેતો. ગામના પશુઓના ટોળાં છેક માળિયા સુધી પહોંચી ગયા છે ! ગણેશપરની હાલત આનાથી પણ વિશેષ ખરાબ છે. પૂર્વ સરપંચ હીબા પબાએ જણાવ્યું કે, ગામમાંથી 100 પરિવાર પલાયન કરી ગયા છે. સીમાડામાં એક ટીપું શુદ્ધા પશુઓને પીવાનું પાણી મળતું નથી. રણકાંધીના ગામે પણ ભૂર્ગભના પાણી ખારા છે. માનવને રોજીનો પ્રશ્ન અને પશુને પેયપાણી, ઘાસચારાના પ્રશ્ને ગામ છોડવાની ફરજ પાડી છે. પશુઓ તરશે મરે તે પહેલા \\\"કોઇક તો અમારૂં સાંભળો’ ની મુદ્રામાં બન્ને ગાય કાકલુદી કરી રહ્યા છે.

ગણેશપરમાંથી ટેમ્પો મારફતે અન્યત્ર જઇ રહેલો પરિવાર તો બાજુની તસવીરમાં ગાયના સડી ગયેલા મૃતદેહની છે./ નૂરમામદકાસમ