તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગાંધીધામમાં આખી ગેંગ બાઇકો ચોરીને ચીલ ઝડપના બનાવોને આપતી હતી અંજામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામમાં આખી ગેંગ બાઇકો ચોરીને ચીલ ઝડપના બનાવોને આપતી હતી અંજામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામમાંરવિવારની રાતિના ભાગે મહિલાના ગળામાંથી છરીની અણીએ ચેઇનની લૂંટ ચલાવ્યા પછી ભાગતા 3 શખ્સો પૈકી 2 ને ઝડપી લેવાયા હતા જેમની કેફીયતના આધારે સંકુલમાં ચીલઝડપ કરતી ટોળકીનો પર્દાફાશ થવા પામ્યો હતો. શખ્સો પૈકી સુત્રધાર પણ ઝડપાઇ જવા પામ્યો હતો.

ગાંધીધામમા઼ શક્તિનગર પાસે આવેલા ગાયત્રી મંદીર પાસેથી મહિલાના ગળામાંથી છરીની અણીએ બાઇક સવાર 3 શખ્સોએ છરી બતાવી મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેઇનની લૂંટ કરી નાસી જતા હતા વખતે પાછળથી આવી રહેલા કારચાલકે ત્રણેય શખ્સોને પાછળથી ટક્કર મારી બાઇક ઉભી રખાવી હતી અને પાછળથી દોડી આવેલા 2 શખ્સોને ઝડપી લીધા હતા અને 1 શખ્સ નાસી જવામાં સફળ રહ્યો હતો.

પછી પોલીસે ઝડપાયેલા શખ્સોને અટકમાં લીધા બાદ પોલીસ સ્ટાઇલમાં પુછપરછ કરતાં પૈકીના કુલદિપસિંગ નામના શખ્સે કબુલ્યું હતું કે, તેમની 5 જણાની ટોળકી ચીલઝડપ કરતી હતી. પહેલાં તેઓ બાઇક ચોરી કરતા હતા અને બનાવ સ્થળે બન્ને બાઇકો પર આગળ-પાછળ રહેતા હતા.

ટોળકી ઝડપાયા બાદ પણ ચીલઝડપ ચાલુ

ગાંધીધામમાંઝડપાયેલા શખ્સોના રીમાન્ડ પુર્ણ થતાં તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. બીજી તરફ ટોળકી ઝડપાઇ ગયા બાદ પણ આદિપુરમાં ચીલઝડપના ત્રણ જેટલા બનાવો સામે આવતા઼ ચિંતાની લાગણી ફેલાઇ છે અને ઝડપાયેલા શખ્સો ઉપરાંત કોઇ બીજી ટોળકી પણ કાર્યરત્ત થઇ હોય એમ માનવામાં આવી રહ્યું છે. એક અંદાજ મુજબ ભચાઉ આસપાસ ઉભી થયેલી યુવાઓની ટોળકી પણ ચીલઝડપમાં પ્રવૃત્ત બની છે જેના સંકેતરૂપે એલ.સી.બી. બે શરખ્સોને અગાઉ ઝડપ્યા પણ હતા.

શખ્સો બાઇકો ચોરી ચીલઝડપ કરતા હોવાની હકિકત સામે આવી, 4 ઝડપાયા

5 શખ્સો ચીલઝડપના બનાવોને અંજામ આપતા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો