• Gujarati News
  • National
  • આધોઇના 400 વર્ષ પ્રાચિન મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

આધોઇના 400 વર્ષ પ્રાચિન મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉતાલુકાના આધોઇની ગુપ્તગંગા નદી તટમાં આવેલા 400 વર્ષ પ્રાચિન (પાતાળેશ્વર) ઇશ્વરિયા મહાદેવ મંદિરને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો, તેની વર્ષગાંઠ નિમિત્તે હોમહવન, મહાઆરતી, મંત્રોચ્ચાર, ધ્વજારોહણ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રસંગે આધોઇ, ગમડાઉ, નરા, ઘરાણા, હલરા વગેરે આસપાસના ગમોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા. મહાપ્રસાદના મુખ્ય દાતા પાલઇબેન નેણશી મેયા બોરીચા રહ્યા હતા. ધાર્મિકવિધિ શાસ્ત્રી જયંતીલાલ રાજગોર, ઇશ્વર રાજગોર તથા જનાર્દન મહારાજે કરાવી હતી. યજમાન તરીકે રમેશ નેણશી બોરીચા પરિવાર તથા મહેન્દ્રસિંહ જાડેજા પરિવાર તરફથી યજ્ઞોપવિત કરાવવામાં આવ્યા હતા.

પ્રસંગે ભગવાનજી વિગડા, તાલુકા પંચાયત ભચાઉના સભ્ય મીનાબેન ગોસ્વામી, જસુભા જાડેજા, ખુમાણ વણકર, ગણેશા ઉંદરિયા, રાજા મણોદર, અશોકસિંહ ઝાલા, લક્ષ્મીચંદ, રાયશી રાઠોડ, અમૃત ભટ્ટી, ધિરજલાલ રાજગોર, ગોરધન લોહાર, કાનાભા ગઢવી, મનોજ દરજી તથા તમામ જ્ઞાતિના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. સંત મુક્તાનંદજી અને રવેચી જાગીર મહંત દ્વારા ભાવિકોને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા.

જીર્ણોદ્ધારની વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા યજ્ઞમાં આહુતિ આપતા યજમાનો.

અન્ય સમાચારો પણ છે...