તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જૂના કટારિયા પાસે અજાણ્યા વાહનની ઠોકરથી આધેડનું મોત

જૂના કટારિયા પાસે અજાણ્યા વાહનની ઠોકરથી આધેડનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉનાજૂના કટારિયા પાસે જામનગરથી આવતા ટ્રકના ક્લીનરને અજાણ્યા વાહને ઠોકર મારી ઉડાવી મુકતાં આધેડનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હતું.

જૂના કટારિયા સીમમાં રાજણસર તળાવ પાસે ગત 23/9ના રાત્રિના ભાગે જામનગરથી ટ્રકમાં માલ ભરીને આવતી વખતે લઘુશંકા માટે ઉભા રહ્યા બાદ, પરત આવતી વખતે ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરતા નરેન્દ્ર ઉર્ફે જગુભાઇ સહજાનંદ શર્મા (ઉ.52)ને કોઇ અજાણ્યું વાહન ઠોકર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી ગયું હતું, બનાવને પગલે ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર માટે ખસેડાયા હતા અને બાદમાં સારવાર દરમિયાન આધેડે જીવ ગુમાવી દીધો હતો, જેના પગલે પોલીસને જાણ કરાતાં પોલીસે ટ્રકના ડ્રાઇવર રામસંગજી અજીતસંગજી સોઢા (રહે. જામનગર)ની ફરિયાદ પરથી અજાણ્યા વાહન વિરૂદ્ધ જીવલેણ અકસ્માત સર્જી નાસી જવાના ગુના સબબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...