• Gujarati News
  • National
  • મફત LPG ગેસ કૌભાંડના પગલે કચ્છમાં 400 કનેકશનો રદ્દ કરાયા

મફત LPG ગેસ કૌભાંડના પગલે કચ્છમાં 400 કનેકશનો રદ્દ કરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરીબીરેખાની નીચે આવતા પરીવારો માટે વડાપ્રધાન ઉજ્જવલા યોજના બહાર પડાઈ છે જેમાં બીપીએલ કાર્ડ ધારકોને મફત એલપીજી ગેસ કનેકશન અપાઈ રહ્યા છે. પરંતુ યોજનામાં છીંડા હોય તે રીતે એજન્સીઓ મુળ ગરીબ લાભાર્થીને લાભ આપવાને બદલે અન્ય લોકોને લાભ આપી રહી હોવાનું બહાર આવ્યું છે. કચ્છમાં 400 જેટલા ડી-ડુપ્લીકેશન કનેકશનનું કૌભાંડ ખુલતાં આઈ.ઓ.સી. દ્વારા 400 કનેકશનને બ્લોક કરી દેવાતાં ગેસ એજન્સીઓમાં હડકંપ મચી ગયો છે.

છેલ્લા આઠ માસથી કચ્છના બીપીએલ યાદીમાં આવતા લાભાર્થીઓ ઉજ્જવલા યોજનામાં જોડાઈ શકતા હોવાથી એક ખાસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે જેના દ્વારા તપાસ કરાતા નખત્રાણાની ઓસીપી ગેસ એજન્સી, નલિયાની શક્તિ ભારત, મુન્દ્રાની નિર્મલ ગેસ એજન્સી, ભચાઉની આધ્યશક્તિ ગેસ એજન્સી, ગઢશીશાની મેહુલ

અનુસંધાનપાના નં. 13



ભારતગેસના 230 જેટલા ગ્રાહકોના ગેસ જોડાણ ભુજ તાલુકાના બહુચર ઈન્ડિયન ગ્રામીણ વિતરકમાં ચડાવી દેવાનું કૌભાંડ બહાર આવ્યું છેુ.

બાબતે ગુરૂવારે જિલ્લા પુરવઠા અધિકારી પાસે અન્ય ગેસ એજન્સીઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી જે બાબતે ભ્રષ્ટાચાર આચરતા અને સરકારી યોજનાનો ગેરલાભ ઉઠાવતી ગેસ એજન્સીઓ સામે ટુંક સમયમાં પગલાં ભરાશે તેવું મામલતદાર જાવેદભાઈએ જણાવ્યું હતું. કંપની અને સરકાર સાથે સંકળાયેલા નોડેલ ઓફિસર અશોક ઠાકુરે વિશેષ માહિતી આપતાં કહ્યું હતું કે કચ્છ આખામાં ડી-ડુપ્લીકેશન કૌભાંડ બહાર આવવાનો આંક 400 જેટલો બહાર આવ્યો હોવાથી આઈ.ઓ.સી. દ્વારા તમામ કનેકશનોનો રીફીલ સપ્લાય બ્લોક કરી દેવાયા છે.

સોફ્ટવેરની ભુલના કારણે ચડી ગયાનો એજન્સીનો દાવો

છેલ્લાઆઠ માસથી નખત્રાણા, નલિયા, મુન્દ્રા, ગઢશીશા અને ભચાઉ તાલુકાના બીપીએલ યાદીના નામો ચડાવીને માલેતુજાર લોકોને વધારે પૈસા આપીને વિતરણ કરવાની ફરીયાદ ઉઠતાં 230 ગ્રાહકોના કનેકશન કંપની દ્વારા બ્લોક કરી દેવાતા એજન્સીઓએ એવો દાવો કર્યો હતો કે ભુલ એજન્સીની નહીં બલ્કે કંપનીના સોફ્ટવેરની છે.

વડાપ્રધાન ઉજ્જવલા યોજનામાં ગરીબોને બદલે અન્ય લાભાર્થીઓ લાભ લેતા હોવાનો થયો ઘટસ્ફોટ

અન્ય સમાચારો પણ છે...