• Home
  • Gujarat News Samachar
  • Bhuj
  • Bhachu
  • 150બાય 100 ફુટના ગોડાઉનમાં લાગેલી આગથી મુંબઇ સ્થિત દાતાઓ ચિંતાગ્રસ્ત: મોડી રાત સુધી આગ કાબુમાં ન આવ

150બાય 100 ફુટના ગોડાઉનમાં લાગેલી આગથી મુંબઇ સ્થિત દાતાઓ ચિંતાગ્રસ્ત: મોડી રાત સુધી આગ કાબુમાં ન આવી

150બાય 100 ફુટના ગોડાઉનમાં લાગેલી આગથી મુંબઇ સ્થિત દાતાઓ ચિંતાગ્રસ્ત: મોડી રાત સુધી આગ કાબુમાં ન આવ

DivyaBhaskar News Network

Apr 10, 2018, 02:50 AM IST
ભચાઉ-દુધઇ માર્ગ પર આવેલા લોધેશ્વર પાંજરાપોળમાં સાંજે પાંચ વાગ્યાના આરસામાં ભીષણ આગ લાગતાં તેમાં રહેલો લાખો રૂપિયાની કિંમતનો સૂકોચારો ખાક થયો હોવાનું જાણવા મળ્યું હતુ઼.આગ કાબુમાં લેવા ભચાઉ નગર પાલિકા સહીત ગાંધીધામ,કંડલાથી આવેલા પાંચ ફાયરફાઇટર તૈનાત થયા હતા.આ આગ કઇ રીતે લાગી એ તપાસનો વિષય છે પરંતુ આગ મોડી રાત સુધી કાબુમાં લઇ શકાઇ ન હતી

ભચાઉના લોધેશ્વર મંદિર પાસે આવેલી લોધેશ્વર પાંજરાપોળના 150 બાય 100 ફૂટના ગોડાઉનમાં લાગેલી આગે ગણતરીના સમયમાં ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું.આ બનાવની જાણ થતાં ટ્રસ્ટી નાગશીભાઇ ગડાએ ભચાઉ મામલતદારને જાણ કરતાં મામલતદાર વાછાણી,ભચાઉ નગરપાલિકાના પ્રમુખ કુલદિપસિંહ જાડેજા,ભાડાના પુર્વ ચેરમેન વિકાસ રાજગોર,ઉમિયાશંકર જોશી,ભચાઉ જીવદયા મંડળના હિંમતભાઇ મહેતા,વનરાજસિંહ જાડેજા સહીતના આગેવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.પાંજરાપોળમાં લાગેલી આગના સમાચાર બાદ મોટી સંખ્યામાં જીવદયાપ્રેમીઓ પહોંચ્યા હતા.આ સંસ્થાઓના ટ્રસ્ટીઓના જણાવ્યા મુજબ આ આગમાં અંદાજીત લાખોની કિંમતનું સૂકો ચારો ખાક થયો હોવાની શક્યતા છે.આ આગના સમાચારથી આ પાંજરાપોળના મુંબઇ વસતા દાતાઓ આ સમાચારથી ચિંતાગ્રસ્ત બન્યા હતા.

ભચાઉના લોધેશ્વર પાંજરાપોળમાં ભીષણ આગ: લાખોનો સુકો ચરો ખાક

સદ્દભાગ્યે કોઇ અબોલ જીવનો ભોગ ન લેવાયો

પાંજરાપોળના ચારાના ગોડાઉનમાં આગ લાગી ત્યારે આ પાંજરાપોળમાં જે 3200 જેટલા અબોલ જીવોો નિભાવ થાય છે તે આ સમયે નજીક ન હોતાં સદ્દભાગ્યે બચી ગયા હતા તેવું આંતરીક સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.

X
150બાય 100 ફુટના ગોડાઉનમાં લાગેલી આગથી મુંબઇ સ્થિત દાતાઓ ચિંતાગ્રસ્ત: મોડી રાત સુધી આગ કાબુમાં ન આવ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી