Home » Gujarat » Bhuj » Bhachu » પડાણા નજીકથી 1.60 લાખના ચોરાઉ લાકડાના જથ્થા સાથે 5 શખ્સો જબ્બે

પડાણા નજીકથી 1.60 લાખના ચોરાઉ લાકડાના જથ્થા સાથે 5 શખ્સો જબ્બે

Divyabhaskar.com | Updated - Mar 30, 2018, 02:50 AM

મીઠીરોહર લાકડા ચોરીનો ભેદ પોલીસે 10 દિવસમાં જ ઉકેલી નાખ્યો

  • પડાણા નજીકથી 1.60 લાખના ચોરાઉ લાકડાના જથ્થા સાથે 5 શખ્સો જબ્બે
    ગાંધીધામ | પશ્ચિમ રેલવેની અમદાવાદ વિભાગીય ઉપભોક્ત સલાહકાર સમિતિમાં ગાંધીધામ ચેમ્બરના પ્રતિનિધિ તરીકે બે વર્ષ માટે ચેમ્બરના પૂર્વ પ્રમુખ પારસમલ નાહટાની નિમણુંક કરવામાં આવી છે. ડીઆરયુસીસીની તા.10મી એપ્રિલે બેઠક મળનાર હોવાથી કચ્છની પ્રવાસી જનતાને પોતાના સૂચનો ચેમ્બર કાર્યાલયે પાંચમી એપ્રિલ સુધી મોકલી આપવા માનદ મંત્રી મુરલીધર જગાણીએ જણાવ્યું છે.

    બી-ડિવિઝન પોલીસે જીપ સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી

    ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

    ગાંધીધામ નજીક પડાણા બસસ્ટેશન પાસેથી રૂ.1,60,000ની કિંમતના 200 નંગ સાત ફુટ લાંબા ચોરાઉ સાગવાનના લાકડા સાથે પાંચ આરોપીઓને પકડી 19 માર્ચે નોંધાયેલા ચોરીના ગુનાનો ભેદ બી-ડિવિઝન પોલીસે માત્ર 10 જ દિવસમાં ઉકેલી સરાહનિય કામગીરી કરી હતી.

    આ બાબતે વિગતો આપતાં બી-ડિવિઝન પીઆઇ આર.એલ.રાઠોડે જણાવ્યું હતું કે,19 માર્ચે મીઠીરોહર નજીક આવેલી એ.એસ.વુડ ઇમ્પેક્ષ પ્રા.લી.ના અપનાનગર ખાતે રહેતા અનિલભાઇ તારાચંદ અગ્રવાલે કંપનીના બેન્સામાંથી રૂ.1,60,000ની કિંમતના 200 નંગ સાગવાનના લાકડા ચોરી થયા હોવાની ફરિયાદના આધારે પોલીસ સતત વોચમાં હતી અને અમારી ટીમ પડાણા ઓવરબ્રીજ પાસે પહોંચી ત્યારે બાતમી મળતાં પડાણાના બસસ્ટેશન પાસેથી પાંચ આરોપીઓ જેમાં ભચાઉના નાની ચીરઇના સાલેમામદ ઉર્ફે ગઢો હાજી પરીટ,રમજુ મામદ જુણેજા,ઇબ્રાહિમ ઉર્ફે ગઢો આમદ કોરેજા તેમજ ખારી રોહરના શેખ ફળિયામાં રહેતા આદમ ઉર્ફે ગઢો બાવલા કોરેજા અને ગાંધીધામના વોર્ડ નંબર 8-એ સુભાષનગરમાં રહેતો નવીન બાબુલાલ રૈયા(ઠક્કર)ને ચોરીમાં વપરાયેલી જીજે-12-એટી-1005 નંબરની બોલેરો પીક-અપ જીપ જે કડોલના રૂપા વેલા ચૌહાણની માલિકીની છે તે કબજે કરી આરોપી નવીન બાબુલાલ રૈયાના કબજામાંથી ચોરાયેલા રૂ.1,60,000ની કિંમતના 200 નંગ સાગવાનના લાકડા કબજે કરી ચોરના બનાવનો ભેદ સંપુર્ણ ઉકેલી લીધો હતો.

    ઝડપાયેલા આરોપી અને પોલીસ સ્ટાફ

    રેલવેના પ્રશ્નો મોકલી આપવા ચેમ્બરનું ઇજન

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ