ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Bhachu» 6 વર્ષ બાદ 4.8ની તીવ્રતાનો આંચકો કચ્છને ધ્રૂજાવી ગયો

    6 વર્ષ બાદ 4.8ની તીવ્રતાનો આંચકો કચ્છને ધ્રૂજાવી ગયો

    DivyaBhaskar News Network | Last Modified - Mar 30, 2018, 02:50 AM IST

    2012 પછી પહેલી વખત કચ્છને 4.8ની તીવ્રતાનો આંચકો ધ્રૂજાવી ગયો હતો. આજે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં ભચાઉની નજીકમાં...
    • 6 વર્ષ બાદ 4.8ની તીવ્રતાનો આંચકો કચ્છને ધ્રૂજાવી ગયો
      6 વર્ષ બાદ 4.8ની તીવ્રતાનો આંચકો કચ્છને ધ્રૂજાવી ગયો
      2012 પછી પહેલી વખત કચ્છને 4.8ની તીવ્રતાનો આંચકો ધ્રૂજાવી ગયો હતો. આજે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં ભચાઉની નજીકમાં કેન્દ્રબિંદુ ધરાવતા આ આંચકાએ લોકોની સવારની ઊંઘ બગાડી મૂકી હતી. આ મોટા આંચકા બાદ પણ કચ્છની ધરતીએ ધૂણવાનું ચાલુ રાખ્યું હતું અને 13 કલાકમાં નાના મોટા આઠ આંચકા આ વિસ્તારે અનુભવ્યા હતાં. 2001ના વિનાશકારી ભૂકંપનું જ્યાં કેન્દ્રબિંદુ હતું તેનાથી નજીકમાં જ આવેલા વિસ્તારમાં ...અનુસંધાન પાના નં. 11







      ફરી એક વખત આંચકા અનુભવાયા હતાં. પરોઢિયે 4.03 વાગ્યે 4.8નો આંચકો આવ્યા બાદ ત્રણ જ મિનીટમાં ફરી એ જ સ્થળે 3.5નો પણ આંચકો આવ્યો હતો. તો બપોરે 12.16 વાગ્યે ફરીથી 3.1નો આંચકો આવ્યો હતો. આ સિવાય 1થી વધુની તીવ્રતાવાળા પાંચ આંચકા પણ સાંજે 5.24 વાગ્યા સુધીમાં આવતા રહ્યા હતાં. મોરબી શહેરના લોકો આજે વહેલી સવારના પ્રથમ પરોઢમાં ગાઢ નિંદ્રા માણી રહ્યા હતા તે દરમિયાન અચાનક ધરા ધ્રુજી હતી અને માત્ર ત્રણ મિનિટના સમયમાં બે અચકાનો અનુભવ થતા લોકોમાં ફફડાટ પ્રસરી ગયો હતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 6 વર્ષ બાદ 4.8ની તીવ્રતાનો આંચકો કચ્છને ધ્રૂજાવી ગયો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top