ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Bhachu» ગાંધીમાર્કેટ પાસે પીધેલા પોલીસ કર્મીનો વીડિયો થયો વાઈરલ

    ગાંધીમાર્કેટ પાસે પીધેલા પોલીસ કર્મીનો વીડિયો થયો વાઈરલ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 23, 2018, 02:50 AM IST

    ગાંધીધામમાં નશાની હાલતમાં લાગતા કોન્સ્ટેબલનો વીડિયો વાઈરલ થયો હતો. ક્લીપમાં વર્દીધારી શખ્સ ઓસ્લો જવાનું કહેતો...
    • ગાંધીમાર્કેટ પાસે પીધેલા પોલીસ કર્મીનો વીડિયો થયો વાઈરલ
      ગાંધીમાર્કેટ પાસે પીધેલા પોલીસ કર્મીનો વીડિયો થયો વાઈરલ
      ગાંધીધામમાં નશાની હાલતમાં લાગતા કોન્સ્ટેબલનો વીડિયો વાઈરલ થયો હતો. ક્લીપમાં વર્દીધારી શખ્સ ઓસ્લો જવાનું કહેતો નજરે ચડે છે. વીડીયોના બહાર આવ્યા બાદ સંકુલમાં ચર્ચાનો માહોલ હતો ત્યારે એસપીએ આ અંગે તપાસના આદેશ આપ્યાનું જણાવ્યુ હતુ.

      બુધવારના બપોર સુધીમાં ગાંધીધામ સંકુલમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરતા મહતમ લોકોના મોબાઈલ પર લથડીયા ખાતા ગાંધીધામના પોલીસકર્મીનો વીડીયો પહોંચી ગયો હતો અને ચર્ચાનો વિષય બન્યો હતો. રાત્રીના સમયે યુવાનોને ગાંધીધામના ગાંધી માર્કેટ નજીક લીધેલા વીડીયોમાં ખાકી વર્દી ધારી કોન્સૅબલ લથડીયા ખાતો આવતો નજરે ચડે છે, જ્યારે યુવાનો તેને પુછે છે કે ક્યાં જાવુ છે તો મહામહનતે ‘ઓસ્લો’ બોલી શક્યો હતો. ત્યારબાદ યુવાનોએ ઉભેલો છકડો દેખાડતા તે તેમા જઈ બેસી જાય છે.

      આ કર્મી પોલીસ હેડક્વોટરમાં કોન્સૅબલ તરીકે ફરજ નિભાવતા હોવાનું સુત્રોએ જણાવ્યુ હતુ તો આ અંગે પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક ભાવનાબેન પટેલે આ વીડીયોથી તેવો પણ અવગત થયા હોવાનું અને તપાસના આદેશ અપાયા હોવાનું જણાવ્યુ હતુ. અહિ નોંધવુ રહ્યુ કે અગાઉ ભચાઉ પીએસઆઈ ચાવડાએ કોઇ ડર વિના ડિવાયએસપીને ખુલ્લી ધમકી આપ્યાનો બનાવ પણ બનવા પામ્યો હતો. પુર્વ કચ્છમાં પોલીસ પર અંકુશ વધારવાની જરુર હોવાનો સુર ઉઠી રહ્યો છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ગાંધીમાર્કેટ પાસે પીધેલા પોલીસ કર્મીનો વીડિયો થયો વાઈરલ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `