ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Bhachu» નીતા રાજગોર કેસમાં વાયરલ વીડિયો લેનારા કોણ ? રહસ્ય

    નીતા રાજગોર કેસમાં વાયરલ વીડિયો લેનારા કોણ ? રહસ્ય

    DivyaBhaskar News Network | Last Modified - Mar 01, 2018, 02:50 AM IST

    ચર્ચાસ્પદ બનેલા ભચાઉ મોત પ્રકરણમાં પીએમ રીપોર્ટ આવ્યા બાદ ફેલાતી વિવિધ અટકળોને કેટલીક હદ સુધી બ્રેક લાગી છે અને...
    • નીતા રાજગોર કેસમાં વાયરલ વીડિયો લેનારા કોણ ? રહસ્ય
      નીતા રાજગોર કેસમાં વાયરલ વીડિયો લેનારા કોણ ? રહસ્ય
      ચર્ચાસ્પદ બનેલા ભચાઉ મોત પ્રકરણમાં પીએમ રીપોર્ટ આવ્યા બાદ ફેલાતી વિવિધ અટકળોને કેટલીક હદ સુધી બ્રેક લાગી છે અને આપઘાતની ઘટનાને સમર્થન મળ્યુ છે. પરંતુ હજી પણ કમકમાટી જન્માવનાર ઘટનાસ્થળના ફોટા અને વીડીયો જે વાઈરલ થયા છે તે અંગે પોલીસ કોઇ સ્પષ્ટતા આપી નથી શકી. તો ઘાયલ યુવાને આપેલા નિવેદન સહિતના મુદાઓ અંગે પોલીસ પ્રસાર માધ્યમોને દુર રાખી રહી હોવાની રાવ પણ ઉઠવા પામી છે. ભચાઉ ભાડાના પુર્વ ચેરમેન વિકાસ રાજગોરના પત્ની નીતા રાજગોર અને માસીયાઈ ભાઈ આનંદ જોષી ગત તા.22/02 ના વહેલી સવારે ચોપડવા પાસેના રેલવે ટ્રેક પરથી મળી આવ્યા હતા. જેમા મહિલાનુ મોત નિપજ્યુ હતુ અને યુવાન ઘાયલ અવસ્થામાં મળી આવ્યો હતો. ઘટના બાદ ફેલાઈ રહેલી વિવિધ ચર્ચાઓને પીએમ રીપોર્ટ અને ઘાયલ શખ્સના નિવેદન

      ... અનુસંધાન પાના નં.11



      બાદ શમવા પામી હતી. પરંતુ આપઘાત કરવા ગયા હોવાનુંજ પોલીસ કહિ તેની પાછળના કારણો અને તપાસની વિગતો અંગે વધુ સ્પષ્ટતા કરવાનું ટાળી રહિ છે. આ અંગે તપાસનીસ અધિકારીએ ઘટનાના આટ્લા દિવસો બાદ પણ ટ્રેનના ડ્રાઈવરનું નિવેદન અને યુવતીના માતા પીતાનું નિવેદન લેવાનું બાકિ હોવાનું અને આપઘાત હોવાનું સામે આવતા યુવાન પર તેના પ્રયાસનો ગુન્હો દાખલ થશે કે કેમ તે પુછતા તપાસ બાદ નિર્ણય લેવાશે તેમ જણાવ્યુ હતુ. ઘટના બાદ તરત લેવાયેલો વીડીયો અને ફોટા ક્યાં શખ્સો દ્વારા લેવાયા છે તે દિશામાં પોલીસ તપાસ સુદ્ધા કરી રહિ હોય તેવું જાણવા મળતુ નથી. તો ઘાયલ શખ્સે આપેલા નિવેદન કે તપાસ અંગેની કોઇ વધુ માહિતી આપવાથી બચી રહ્યા છે. આ અંગે ભચાઉ પીઆઈ, ડીવાયએસપી રાકેશ દેસાઈ, એસપી ભાવના પટૅલનો સંપર્ક કરતા તેમણે ફોન રીસીવ કર્યા નહતા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: નીતા રાજગોર કેસમાં વાયરલ વીડિયો લેનારા કોણ ? રહસ્ય
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `