• Gujarati News
  • National
  • પાલિકાના નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખે વિકાસનો કોલ આપ્યો

પાલિકાના નવનિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખે વિકાસનો કોલ આપ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉ પાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે વિજય મેળવ્યા બાદ નવા સુકાનીઓની બિનહરિફ વરણી કરાઇ હતી.

પ્રાંત અધિકારી નવલદાન ગઢવીના અધ્યક્ષપદે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં ઇલાબેન શાહે પ્રમુખપદ માટ કુલદિપસિંહ જાડેજાના નામની દરખાસ્ત કરી હતી જેને સરતાણ રબારીએ ટેકો આપ્યો હતો. ઉપપ્રમુખપદ માટે ભરતસિંહ જાડેજાએ ભરત કાવત્રાના નામની દરખાસ્ત કરી હતી જેને પ્રવિણદાન ગઢવીએ ટેકો આપતાં બન્ને જણાની વરણી કરાઇ હતી. આમ, બન્ને જણા બિનહરિફ જાહેર થયા હતા. બન્ને જણાએ આગામી સમયમાં ભચાઉ શહેરના વિકાસ માટે તેમની ટીમ તત્પર રહેશે તેવી ખાતરી ઉચ્ચારી હતી.

આગામી થોડા સમયમાં પાલિકાના કારોબારી ચેરમેન પદે મહિલાની નિમણૂંક થાય તેવા સંજોગો ઊભા થઇ રહ્યાનું પણ વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે. આ પ્રસંગે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, અરજણ રબારી સહિતના ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદારો, કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ભચાઉમાં સેવાસદનના નવા સુકાનીઓ બિનહરિફ વરાયા
અન્ય સમાચારો પણ છે...